રોલ પ્રેસ એસો. દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ અને સફાઇ કામદારોનું સન્માન
રાજકોટ : રોલ પ્રેસ એસોસીએશન દ્વારા તાજેતરમાં રકતદાન કેમ્પ તેમજ વોર્ડ નં. ૪ થી ૬ માં સેવા આપતા સફાઇ કામદારો તથા એસ.આઇ. અને એસ.એસ.આઇ.નું સન્માન કરવાનો પ્રેરણાદાયી સમારોહ યોજવામાં આવ્યો હતો. મુખ્ય મહેમાન તરીકે કિશોરભાઇ રાઠોડ, શહેર ભાજપ લેઉવા પટેલ સમાજના પ્રમુખ ધરમશીભાઇ નાથાણી, રાજપુત સમાજના અગ્રણી નાથાભાઇ ડોડીયા, કોર્પોરેટર મુકેશભાઇ રાદડીયા, સજુબેન રબારી, સગર સમાજ પ્રમુખ પ્રતાપભાઇ બેલડીયા, મહામંત્રી બક્ષીપંચના નટવરભાઇ મકવાણા, સિલ્વર એસો.ના અનિલભાઇ તળાવીયા, હરેશભાઇ ગઢીયા, અલ્પેશભાઇ લુણાગરીયા, મગનભાઇ પીપડીયા, કેતનભાઇ વિઠ્ઠલાણી, મનસુખભાઇ ડોડીયા, સહયોગી ધર્મેશભાઇ સિધ્ધપુરા ઉપસ્થિત રહેલ. પર્યાવરણ ઇજનેર નિલેશભાઇ પરમાર, આર.એમ.સી. વેસ્ટના નાયબ પર્યાવરણ ઇજનેર પ્રજેશભાઇ સોલંકી પણ ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ પરેશભાઇ સોલંકી, હસમુખભાઇ ટોપીયા, દિનેશભાઇ વેકરીયા, શૈલેષભાઇ રૈયાણી, નાગજીભાઇ મોરાણીયા, કેતનભાઇ સાંગાણી, અરવિંદભાઇ ગઢવી, ચંદુભાઇ વેકરીયા, મગનભાઇ મોરાણીયા, ધીરજલાલ સખીયા, મયુરભાઇ મકવાણા, ગીરધરભાઇ પાથર, દિપકભાઇ આચોડીયા, હંસરાજભાઇ વાણેશીયા, કેતનભાઇ તેજાણી, કિશોરભાઇ રામાણી તથા સિધ્ધાર્થસિંહ સોલંકીએ જહેમત ઉઠાવી હતી.