રાજકોટ
News of Thursday, 11th July 2019

રાજકોટના લોધાવાડ ચોક પાસે પૂર્વ પતિએ કર્યો એસિડ એટેક

પોરબંદર આવીને પ્રિતેશ પોપટે નોકરીએ જતા પૂર્વ પત્ની માયાબેન પર એસિડ એટેક કરીને ફરાર

રાજકોટનાં લોધાવડ ચોક પાસે પૂર્વ પતિ પ્રિતેશ પોપટે પત્ની પર એસિડ એટેક કર્યો છે. પત્ની માયાબેન પોતાની નોકરી પર જઇ રહ્યાં હતાં ત્યારે જ બાઇક પર સવાર પતિએ આ હુમલો કર્યો હતો. જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતાં. આ અંગે ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

  ઘટનાની વિગત  મુજબ શહેરની પી.ડી. માલવીયા કોલેજ પાસે સ્વામિનારાયણ ચોક પાસે ૨હેતા 35 વર્ષનાં માયાબેન પ્રિતેશભાઈ પોપટ  નોકરી પ૨ જતા હતા. તે સમયે જ પોરબંદથી આવેલા પૂર્વ પતિ પ્રિતેશ પ્રવીણ પોપટ બાઇક પર આવ્યો હતો.

તેણે મહિલાના વાહનને અટકાવી તેના પ૨ એસિડ એટેક ર્ક્યો હતો. જે બાદ તે ફરાર થઇ ગયો હતો. આ દુર્ઘટનાને જોતા આસપાસનાં લોકોએ પોલીસને જાણ કરી હતી અને તેને હોસ્પિટલ લઇ ગયા હતાં. મહત્વનું છે કે આ લોકોનાં 14 માસ પહેલા જ છૂટાછેડા થયા હતાં.

એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધીને ફરાર પૂર્વ પતિને પકડવાની તજવીજ હાથ ધરી છે. આ મામલામાં ઘટનાસ્થળનાં અને આસપાસનાં સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવશે.

(11:58 am IST)