અન્ડર-૧૪ રોલબોલ સ્પર્ધામાં પુજા હોબી સેન્ટરનો દેખાવ
રાજકોટ : તાજેતરમાં બરોડા ખાતે રોલબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સહયોગથી રોલબોલ એસોસિએશન ગુજરાત દ્વારા ૧ દિવસીય રોલબોલ સ્પર્ધાનું આયોજન બરોડાની ઉર્મિ સ્કૂલમાં કરવામાં આવ્યું હતું. ૧૧ જિલ્લાની ૧૬ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં રાજકોટના પુજા હોબી સેન્ટરના બાળકો ખુશ ઠક્કર (કેપ્ટન), નમના પંડયા (વાઇસ કેપ્ટન), યશ શાહ, કેવીન સિધ્ધપુરા, જીગર ગોઢાણીયા, ખ્વાબ અંતાણી, શોર્ય ભાવસાર, કશ્યપ તંતી અને નિસર્ગ કાગડાની ટીમે ભાગ લીધો હતો. સુરત સામે ૨-૦ ના ગોલથી રાજકોટના બાળકો વિજેતા થયા હતા. બીજી મેચ અમદાવાદ સાથે હતી જેમાં ૧-૨ થી આ બાળકોની હાર થઇ હતી અને ૪થા નંબરની પોઝીશન મળી હતી. ગર્લ્સની ટીમમાં સીમરન તંતી જે અમદાવાદની ટીમમાં સામેલ હતી તે ટીમ સુરતની ટીમ સામે ૪-૦થી વિજેતા થઇ ગોલ્ડ મેડલ મેળવેલ હતો. આ ઉપરાંત ેરેફરી અને ઓફિસીયલની ટ્રેનીંગ આપીને પરીક્ષા લેવામાં આવી હતી જેમાં દીપુદીદી, મીત ગાંધી તથા પુષ્પાબેન રાઠોડે ઉત્તમ દેખાવ કરતાં શીલ્ડ આપવામાં આવ્યા હતા.(૧.૧૭)