રાજકોટ
News of Friday, 11th June 2021

રીસર્ચમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અગ્રેસરઃ બે પેટન્ટ હાંસલ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમેસ્ટ્રી ભવનના પ્રાધ્યાપક ડો. રંજનબેન ખુંટ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઇતિહાસમાં પ્રથમ વખત યુનિવર્સિટીના નામે માર્ચ અને જુન માસમાં ભારત સરકાર (ઇન્ડિયન પેટન્ટ ઓફીસ) દ્વારા બે પેટન્ટ મેળવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નિતીનભાઇ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણીએ ડો .રંજનબેન ખુંટને એકજવર્ષમાં બે-બે પેટન્ટ મેળવવા બદલ અભિનંદન અનેશુભૈચ્છાઓ પાઠવી આ પ્રસંગે કુલસચિવ ડો. જતીનભાઇ સોની તથા કેમેસ્ટ્રી ભવનના અધ્યક્ષ ડો.એચ.એસ.જોશી ઉપસ્થિત રહ્યા  આ બન્ને પેટન્ટ મેળવવાથી ડાઇંગ ક્ષેત્ર તથા કેન્સર વિરોધી દવા બનાવવામાં ઉપયોગી બનશે

(3:56 pm IST)