રાજકોટ
News of Friday, 11th June 2021

હોસ્પિટલ ચોકનો ટ્રાય એન્ગ્યુલર બ્રિજનું કામ જુલાઇ -૨૦૨૨માં પૂર્ણ : પદાધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત

રાજકોટ : શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા પાંચ બ્રિજની કામગીરી ચાલી રહી છે. જે પૈકી શહેરમાં સૌથી ગીચ ટ્રાફિક સર્કલ તરીકે ગણાતા હોસ્પિટલ ચોકમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય તેવા હેતુથી રૂ.૮૪.૭૧ કરોડના ખર્ચે ટ્રાયએન્ગ્યુંલર ફ્લાય ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. જેના અનુસંધાને આજ તા.૧૧ના રોજ મેયર ડો.પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, વિગેરેએ સ્થળ મુલાકાત લીધેલ.આ બ્રિજનું કામ જુલાઇ -૨૦૨૧ના પૂર્ણ થશે તેમ મેયર પ્રદીપ ડવે, જણાવ્યું હતું વધુામં તેઓએ માહિતી આપતા કહ્યુ આ ફોરલેન ફ્લાય ઓવરબ્રિજમાં, સર્વિસ રોડની પહોળાઈ ૬.૦૦ મી. બંને તરફ, બંને તરફ ફૂટપાથની પહોળાઈ ૦.૯૦ મીટર , જવાહર રોડ તરફ બ્રિજની લંબાઈ ૨૯૯.૦૦ મી., કુવાડવા રોડ તરફ બ્રિજની લંબાઈ ૪૦૦.૦૦ મી., જામનગર રોડ તરફ બ્રિજની લંબાઈ ૩૬૭.૦૦ મી., જવાહર રોડ તરફ બ્રિજનું ગ્રેડીયન્ટ ૧:૨૮, જામનગર રોડ તરફ બ્રિજનું ગ્રેડીયન્ટ ૧:૩૦, કુવાડવા રોડ તરફ બ્રિજનું ગ્રેડીયન્ટ ૧:૩૨, જામનગર રોડ તરફ ૮ સિંગલ પીઅર તથા બે જગ્યાએ ફોર પીઅર કુલ – ૧૬ નંગ (જે પૈકી ૧૨ નંગ પિયરનુ કામ પુર્ણ થયેલ છે) , અમદાવાદ રોડ તરફ ૧૦ સિંગલ પીઅર તથા બે જગ્યાએ ફોર પીઅર કુલ – ૧૭ નંગ (જે પૈકી હાલ ૩ પિયરના ખોદાણ કામ ચલુ છે) , જયુબેલી ગાર્ડન તરફ ૬ સિંગલ પીઅર તથા બે જગ્યાએ ફોર પીઅર કુલ – ૧૪ નંગ (જે પૈકી તમામ ૧૪ પિયરનુ કામ પુર્ણ થયેલ છે), હોસ્પિટલ ચોક પર હેકસાગોનલ ગ્રીડમાં કુલ – ૨૧ નંગ અને સેન્ટરમાં ૧ પીલર   કેરેઝવેની પહોળાઇ ૭.૦૦ મી. બંને તરફ આ કામે હાલમા ૮૪ નંગ ગર્ડરનુ RCC Casting કામ પુર્ણ થયેલ છે.

(3:15 pm IST)