કોરોનામાં અવસાન પામનાર ટ્રાફિક વોર્ડનના પરિવારને ૩ લાખની આર્થિક સહાય કરતી ભકિતનગર પોલીસ
ડીસીપી પ્રવિણકુમાર મીણાએ અંગત રસ દાખવ્યોઃ સદ્દગતના સ્વજનો ગદ્દગદિત થયા
રાજકોટ તા. ૧૧: શહેર પોલીસ તંંત્ર સાથે પોલીસની કામગીરીમાં ટ્રાફિક વોર્ડન પણ મદદરૂપ થતાં હોય છે. ભકિતનગર પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક વોર્ડન તરીકે ફરજ બજાવતાં વિપુલભાઇ ધનાભાઇ જાડાનું તા. ૨૨/૪/૨૧ના રોજ કોરોનાને કારણે અવસાન થતાં સાથી કર્મચારીઓ અને પોલીસ સ્ટેશનના અધિકારીઓ, સ્ટાફમાં શોક છવાઇ ગયો હતો. વિપુલભાઇ તેમના પરિવારના એકમાત્ર આધારસ્તંભ હોઇ અને આર્થિક પરિસ્થિતિ પણ નબળી હોઇ તેની જાણ થતાં તેમને આર્થિક રીતે મદદરૂપ થવાનો નિર્ણય લેવાયો હતો. ડીસીપી ઝોન-૧ પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડ, પીઆઇ જે.ડી. ઝાલા, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા અને ટીમે અંગત રસ લઇ વિપુલભાઇ જાડાના પરિવારજનોને રૂ ૩ લાખ રોકડની આર્થિક મદદ કરી હતી. સદ્દગતના સ્વજનો પોલીસની આવી મદદરૂપ થવાની ભાવનાથી ગદ્દગતદિત થઇ ગયા હતાં.