News of Friday, 11th June 2021
અખિલ ભારત હિન્દુ મહાસભાના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે રાજકોટના વિમલ પટેલ
રાજકોટ : અખિલ ભારત હિન્દુ મહાસભા જેવાં મહત્વના સંગઠનમાં રાજકોટ શહેરના અને મૂળ મોડાસાના વતની વિમલ પટેલની વરસોડા (ગાંધીનગર) ખાતે વરણી કરવામાં આવી છે. આ સંગઠનની રચના વીર સાવરકરજીએ કરેલ હતી, જેમાં વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, તત્કાલીન મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલ સહિતના રાજનીતિજ્ઞો સભ્યો રહી ચુક્યા છે. વરણી વખતે પ્રદેશ અધ્યક્ષ મિતેષ પટેલ, રાષ્ટ્રીય મંત્રી નિમેશ ખંભાયતા, કાર્યકારી પ્રમુખ નિલેશસિંહ રાઠોડ , પ્રદેશ મહામંત્રી હિમાંશુ પંચાલ, સુરેશભાઇ ચોૈધરી ગાંધીનગર જિલ્લા શિક્ષણ ( આચાર્ય ) સંઘ પ્રમુખ, સામાજિક આગેવાન શ્રી સુરેશભાઈ ચોેધરી (પામોલ), ભાવેશ ચોેધરી (રમોસ), ગોેતમ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતાં.
(11:51 am IST)