રાજકોટ
News of Tuesday, 11th June 2019

લક્ષ્મીનગરમાં ઝેરી દવા પી લેનાર જયેશભાઇ કોરીંગાએ દમ તોડી દીધો

રાજકોટ, તા., ૧૧: નાનામવા રોડ લક્ષ્મીનગર શાક માર્કેટ પાસે ઝેરી દવા પી લેનાર પટેલ યુવાનનું ખાનગી હોસ્પીટલમાં સારવાર દરમિયાન મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ નાનમવા રોડ લક્ષ્મીનગર  શાક માર્કેટ પાસે રહેતા જયેશભાઇ નારણભાઇ કોરીંગા (ઉ.વ.૩૩) એ બે દિવસ પહેલા પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મેડીસર્જ હોસ્પીટલમાંં ખસેડાયેલ હતા ત્યાં ગઇકાલે તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક જયેશભાઇ વેપાર કરતા હતા. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

બનાવની જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ જે.કે.પાંડાવદરા અને પ્રશાંતસિંહે પટેલ યુવાને કારણોસર આ પગલુ ભર્યુ તે અંગેનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

(4:12 pm IST)