રાજકોટ
News of Tuesday, 11th June 2019

છોટુનગર પાસેથી જાવેદ સોલંકી દારૂની છ બોટલ સાથે ઝડપાયો

રાજકોટ : શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર અજયકુમાર ચૌધરીની સુચનાથી ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જ.એમ.ભટ્ટ, હેડ કોન્સ રાહુલભાઇ વ્યાસ, વનરાજભાઇ લાવડીયા, કનુભાઇ, દિવ્યરાજસિંહ, દિગ્વીજયસિંહ, ગોપાલભાઇ, કિશોરભાઇ તથા દિનેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે ગોપાલભાઇ અને દિગ્વીજયસિંહને મળેલી બાતમીના આધારે એરપોર્ટ રોડ રંગઉપવનના ગેઇટ પાસે છોટુનગરની સામે દરોડો પાડી રૂ.ર૪૦૦ ની કિંમતની દારૂની ૬ બોટલ સાથે જાવેદ બસીરભાઇ સોલંકી (ઉ.ર૭) (રહે. રૈયા રોડ ભગવતી હોલવાળી શેરી શીવપરા શેરી નં. ર ની બાજુમાં) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:35 pm IST)