રાજકોટ
News of Monday, 11th June 2018

ઈન્ટરનેશનલ ઓલિમ્પિયાડમાં રાજયર્ધનસિંહએ હીર ઝળકાવ્યું: મેડલ- રોકડથી સન્માનીત

રાજકોટ,તા.૧૧: વિશ્વના સૌથી મોટા ઓલિમ્પીયાડ સાયન્સ ઓલિમ્પીયાડ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ઈન્ટરનેશન ઓલિમ્પીયાડ ૨૦૧૭- ૧૮માં રાજકોટના વિદ્યાર્થીએ ઈન્ટરનેશનલ રેન્ક પ્રાપ્ત કરી શહેરનું નામ રોશન કર્યું છે. રાજકોટથી ૨૧૫૮૮ વિદ્યાર્થીઓએ આ ઓલિમ્પીયાડમાં ભાગ લીધો હતો. રાજકોટના સ્કોટલર્સ એકેડેમીના ધો.૭ના વિદ્યાર્થી રાજવર્ધનસિંહ ધોલટએ ઈન્ટરનેશનલ જનરલ નોલેજ ઓલિમ્પીયાડ ધો.૪ની વિદ્યાર્થીની ધ્યાની આનંદકાંતએ નેશનલ સાઈબર ઓલિમ્પીયાડમાં ઈન્ટરનેશનલ રેન્ક બે પ્રાપ્ત કર્યો બંને વિદ્યાર્થીઓને એવોર્ડ રૂપે સિલ્વર મેડલ અને ૨૫ હજાર રોકડ રકમથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સાયન્સ ઓલિમ્પીયાડ ફાઉન્ડેશન (એસ ઓ એફ) દ્વારા ઓલિમ્પીયાડના વિજેતા વિદ્યાર્થીઓને રાજધાની દિલ્હીમાં લોધી રોડ સ્થિત ઈન્ડિયન હેબિટેટ સેન્ટરમાં એક સમારંભમાં સન્માનિત કરવામાં આવ્યા ઓલિમ્પીયાડ પરીક્ષામાં ભારત સિવાય અન્ય દેશોના વિદ્યાર્થીઓ પણ હતા. જેમાં સિંગાપુર, દુબઈ, યુએસએ, મલેશિયા અને જાપાનના હતા. કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર ઈન્ટરનેશનલ રેન્ક એક પ્રાપ્ત કરવા વાળા ૬૦ વિદ્યાર્થીઓને ૫૦- ૫૦ હજાર રૂપીયા રોકડ તેમજ ગોલ્ડ મેડલ, ઈન્ટરનેશનલ રેન્ક બે પ્રાપ્ત કરનાર ૬૦ વિદ્યાર્થીઓને ૨૫- ૨૫ હજાર રોકડ તેમજ સિલ્વર મેડલ અને ઈન્ટરનેશનલ રેન્ક ત્રણ પ્રાપ્ત કરનાર ૬૦ વિદ્યાર્થીને ૧૦- ૧૦ હજાર રોકડ તેમજ બ્રોન્ઝ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

(3:56 pm IST)