રાજકોટ
News of Monday, 11th June 2018

બિનખેતીની ૭૦ ફાઇલોનો ઘાંણવો નિકળ્યો કારોબારીમાં ૧૬૯ લાખના વિકાસ ૧૦૦કામો મંજુર

રાજકોટ તા.૧૧ : જીલ્લા પંચાયત કારોબારી સમિતીની બેઠક આજે જીલ્લા પંચાયત મીટીંગ હોલમાં અર્જુનભાઇ ખાટરીયાના અધ્યક્ષ સ્થાને મળેલ એજન્ડા મુજબ જિલ્લાના રોડ રસ્તાના રૂા ૧૬૯.૫૭ આ સાથેના પત્રક મુજબના કામો (૧) રીસરફેસીંગ ઓફ.એસ.એચ થી રંગપર સરપદડ રોડ (વીઆર) કિ.મી. ૦/૦ થી ૮/૦  પે.નં રાજ/૧૭-૧૮/એસઆર/પી-૧૨ તા. પડધરી ટેન્ડર રકમ રૂા ૮૨.૦૮ લાખ પવન કન્સ્ટ્રકશન કંપની, રાજકોટ (ર) કન્સ્ટ્રકશન ઓફ સી.સી.રોડ, જોઇનીંગ સરપદડ-ખીરસરા રોડ (એસ.એચ) ન્યુર ચો.વાર ન્યુ હરીજન વાસ રામદેવપરી પ્લોટ રંગપર સરપદડ રોડ એન્ડ સરપદડ થી  બોડીઘોડી લક્ષ્મીવાડી પ્લોટ એરીયા તા. પડધરી ટેન્ડર રકમ રૂા ૮૭.૪૯ અલ્પા ઇન્ફાસ્ટ્રકચર પ્રા.લી. મુ. રાજકોટ ના ટેન્ડર મંજુર કરવામાં આવેલ છે તેમજ રાજકોટ જિલ્લા પંચાયતમાં શિક્ષણ શાખામાં કુલ પ કોમ્પ્યુટર સીસ્ટમ રૂા ૩.૦૦ લાખનું મંજુર કરવામાં આવેલ છે.

જમીન મહેસુલ કલમ ૬૫,૬૬,૬૭ બીનખેતી ના કુલ૭૦ કેસો મંજુર કરેલ. તેમજ વહીવટી બાબતોના થયેલા ઠરાવો મંજુર કરવામાં આવેલ  બેઠકમાં કારોબારી સમિતિના  સભ્ય વિપુલભાઇ ધડુક, મનોજભાઇ બાલધા, ભાવનાબેન ભુત, અર્ચનાબેન સાકરીયા, નાનુભાઇ ડોડીયા, વજીબેન સાંકળીયા, કુસુમબેન ચોૈહાણ અને રાણીબેન સોરાણી તેમજ સચિવશ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનીલકુમાર રાણાવસીયા અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.વી.મકવાણા તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી  આર.બી. ખરાડી, તેમજ અન્ય શાખા અધિકારી ઉપસ્થિત રહેલ હતા.

(3:56 pm IST)