રાજકોટ
News of Monday, 11th June 2018

કરૂર વૈશ્ય બેંક સાથે ૧૫ કરોડ ૫૨ લાખની છેતરપીંડી કરવા અંગે બ્રાંચ મેનેજરની જામીન અરજી નામંજુર

આરોપી સામે ગંભીર ગુનો છેઃ બનાવમાં મુખ્ય ભાગ ભજવેલ છેઃ અદાલત

જકોટ તા.૧૧: અત્રેની કરૂર વૈશ્ય બેંક સાથે કુલ રૂ. ૧૫ કરોડ ૫૨ લાખની છેતરપીડીં કરવા અંગે પકડાયેલ બંકના બ્રાંચ મેનેજર પ્રતિક નગીનદાસ વૈશ્યએ ''ચાર્જશીટ'' બાદ જામીન પર છુટવા કરેલ અરજીને સેસન્સ અદાલતે નકારી કાઢી હતી.

આ બનાવ અંગે બેંકના ચીફ મેનેજર સંજીવકુમાર જેનાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી, જેના મતે બેંકના બ્રાંચ મેનેજર પ્રતિક નગીનદાસ વૈશ્ય વિરૂધ્ધ સામે ફરીયાદ નોંધાવી હતી.

ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે સદરહું બેંકની શાખા અહીંના યાજ્ઞિક રોડ ઉપર જીમખાના સોસાયટીમાં આવેલ છે. કુલ રૂ. ૧૫ કરોડ ૫૨ લાખની બેંક સાથે છેતરપીડીં  થયેલ જેમાં ઓસ્ટ્રેલીયાથી જે માલ આવેલ તે આયાત બીલ અને ઇમ્પોર્ટ બીલ બ્રાંચમાં આપેલ હતા. આરોપીએ પૈસા કયાં વગર ગ્રીન ફાર્મ એગ્રી એક્ષ્પર્ટ સાથે આરોપીએ મળીને બેંકના એલ.સી. ઓરીઝીનલ ડોકયુમેન્ટ આપી દીધા હતા.

સદરહું પઢીનો મુંબઇમાં ૭ કરોડ ૬૦ લાખનો માલ પડેલ છે. તેમ જણાવતાં બેંકે સી.સી. લોન આપી હતી. અને ૫. ૪૬ કરોડના ઇન્પોર્ટન્ટ બીલો પૈસા લીધા વગર બેંક અધિકારી એ પેઢીના ડીરેકટરોને આપી દીધા હતા.

આ બનાવ અંગે કુલ ૬ આરોપીએ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી જેમાં ગ્રીન ફાર્મ એગ્રો એકસપોર્ટવાળા દિપ તન્ના, અને દિનેશ તન્ના વિગેરેનો સમાવેશ થયા છે.

ઉપરોકત ગુનામાં સદરહું બ્રાંચના બેંક ના બ્રાંચ મેનેજર પ્રતિક નગીનદાસ વૈશ્યએ ''ચાર્જશીટ'' પછી જામીનપર છુટવા અરજી કરી હતી.

સરકાર પક્ષે ડી.જી.પી. વોરાએ રજુઆત કરેલ કે, સદરહું ગુનામાં આરોપીએ મુખ્ય  રોલ ભજવેલ છે.  જો આરોપીએ એલ.સી.ના પેપરો આપેલ ન હોય અન્ય આરોપીઓ ગુનો કરી શકેલ ન હોય આમ બેંક સાથે ઠગાઇ કરવામાં આરોપી બેંક અધિકારી હોય તેણે ગંભીર ગુનો કરેલ હોવાથી જામીન અરજીને રદ કરવી જોઇએ.

ઉપરોકત રજુઆત એન ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને એડી સેસન્સ જજ શ્રી આર.એલ. ઠક્કરે આરોપીની જામીનઅરજી રદ કરી હતી.

આ કેસમાં સરકારપક્ષે જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરા રોકાયા હતા. (૧.૨૨)

 

(3:56 pm IST)