વોર્ડ નં.૧ ધરમનગર વિસ્તારના રસ્તાઓમાં પેવર કામનો પ્રારંભ
રાજકોટ : વોર્ડ નં.૧ માં આવેલ ધરમનગર તેમજ હર્ષિદી સોસાયટી ખાતે પેવર કામનો પ્રારંભ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી ની ખાસ ઉપસ્થિતીમાં ગુજરાત રાજય ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી દ્વારા કરાયો ત પ્રસંગની તસ્વીર. પચીસ લાખના ખર્ચે આ કામ થશે આ પ્રસંગે વોર્ડ-૧ ના કોર્પોરેટરો બાબુભાઇ આહિર, દુર્ગાબા જાડેજા, અંજનાબેન મોરઝરીયા સહિત વોર્ડ-૧ ભાજપ પ્રમુખ રસિકભાઇ બદ્રકીયા, મહામંત્રી કાનાભાઇ સથવારા, જેરામભાઇ વાડોલીયા, જયદિપસિંહ જાડેજા, ચારૂબેન ચોૈધરી, ભારતીબેન રાવલ, યુવરાજસિંહ ચુડાસમા, લલીતભાઇ બોડલીયા, ધનાભાઇ શિયાળ, હેમંતભાઇ બોરીચા, કાળુભાઇ સથવારા, મનજીભાઇ સથવારા, નરેન્દ્રસિંહ જાડેજા, બાબુભાઇ દવે, સુરેશભાઇ સંચાણીયા, લક્ષ્મણભાઇ શિયાળ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.