રાજકોટ
News of Tuesday, 11th May 2021

રાજકોટમાં માસ્ક વગર નીકળેલા 2 અને માસ્ક ઉતારી ધુમ્રપાન કરતાં 3 શખ્સોને તાલુકા પોલીસે પકડ્યા નોવેલ કોરોના વાઇરસ (COVID-19) સંક્રમણને અટકાવવા કાર્યવાહી

રાજકોટ : શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી મનોહરસિંહ જાડેજા (ઝોન-ર) તથા મદદનિશ પોલીસ કમિશ્નરશ્રી જે.એસ.ગેડમ દક્ષિણ વિભાગ તથા એ.સી.પી. ક્રાઇમ,શ્રી ડી.વી.બસીયા તથા પો.ઇન્સ. જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ. એન.ડી.ડામોર તથા સ્ટાફના માણસો દ્રારા નોવેલ કોરોના વાઇરસ અંતર્ગત સાવચેતી રાખવા જાહેરનામાની અમલવારી કરાવવા  પો.સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન  જાહેરમાં બે ઇસમોએ માસ્ક ન પહેરી તેમજ ત્રણ ઇસમોએ જાહેરમાં માસ્ક ઉતારી ધુમ્રપાન કરતા મળી આવતા તમામને પકડી કાર્યવાહી કરેલ છે.

જાહેરનામાનો ભંગ કરેલ શખ્સોમાં (૧) અંકિત જેન્તીભાઇ પરમાર ઉવ.૨૪ ધંધો વેપાર રહે ધરમનગર આવાસ યોજના કવાર્ટર બ્લોક નં.-૧૪ કવાર્ટર નં ૪૨૦ ગાંધીગ્રામ સ્ટલીંગ હોસ્પીટલની પાછળ, રાજકોટ (૨) હિતેષ હરીભાઇ મકવાણા ઉવ.૩૨ ધંધો મજુરી રહે. "હરી ઇચછા" મકાન લક્ષ્મીનો ઢોળો કાલાવડ રોડ રાજકોટ (3) વિજય જગદીશભાઇ ચૌહાણ ઉવ.૨૫ રહે. કાલાવડ રોડ મોટા મોવા ગરબી ચોક રાજકોટ (4) મહેશ સંજયભાઇ કુબાવત ઉવ.૨૨ રહે, સત્ય સાંઇ મેઇન રોડ બાલાજી રેસ્ટોરન્ટની સામે, સદગુરૂ પંચર પાસે, રાજકોટ તથા (૫) અસરફ હુસેનભાઇ મુલતાની ઉવ.૨૮ રહે. મોટા વડાળા તા.કાલાવડનો સમાવેશ થાય છે.

આ કામગીરી પોલીસ ઇન્સ. જે.વી.ધોળા તથા પો.સ.ઇ. એન.ડી.ડામોર તથા એ.એસ.આઇ. આર.બી.જાડેજા તથા પો.હે.કો. વિજયગીરી ગોસ્વામી તથા મોહશીનખાન મલેક તથા પૌ કો. હરસુખભાઇ સબાડ તથા હર્ષરાજસિંહ જાડેજા તથા ધર્મરાજસિંહ રાણા સહિતે કરી હતી.

(9:14 pm IST)