રાજકોટ
News of Tuesday, 11th May 2021

ગાંજાના જથ્થા સાથે ગાંધીગ્રામના વલ્લભ ધંધુકિયાને રાજકોટ શહેર એસઓજી ટીમે પકડી લીધો

રાજકોટ : શહેર એસઓજી ટીમે ગાંધીગ્રામના પ્રૌઢને ગાંજા સાથે પકડી લીધો છે. પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નરશ્રી ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ પ્રવિણકુમાર મિણા, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨  મનોહરસિંહ જાડેજા  તથા મદદનિશ પોલીસ કમિશનર ક્રાઇમ ડી.વી.બસીયા  તથા એસ.ઓ.જી. પો.ઇન્સ. આર.વાય.રાવલ તરફથી રાજકોટ શહેરમાં નાકોટીકસ પદાર્થની હેરાફેરી કે વેચાણ કરતા અને અસામાજીક પ્રવૃતિ આચરનારા કે આ પ્રકારના નાકોટીકસ પદાર્થનું ખરીદ વેચાણ કરતા કે સેવન કરનારા ઇસમો વિરુધ્ધ કાયૅવાહી કરવા સુચના આપેલ હોય જે સબંધે રાજકોટ શહેર પોલીસ પ્રતિબધ્ધ હોય જે અન્વયે આજ તા.૧૧ ના  શહેર એસ.ઓ.જી.ના આર.વાય.રાવલ પો.ઇન્સ. તથા એએસઆઇ રવીભાઇ ડી. વાંક, પો.હેડ.કોન્સ. કિશનભાઇ ખેંગારભાઇ તથા પો.હેડ.કોન્સ. ડી.જી.ઝલા, પો.હેડ.કોન્સ. મોહીતસિહ જાડેજા, પો.કોન્સ. કિશોરભાઇ એલ. ઘુઘલ તથા ડ્રાઇવર કૃષ્ણસિંહ બાપાલાલ રાજકોટ શહેરમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન નાણાવટી ચોકથી આગળ ગાંધીગ્રામ મેઇન રોડ ઉપર આવેલ મોમાઇ હોટલ પાસે વલ્ભભાઇ જેઠાભાઇ ધંધુકીયા (કુંભાર) (ઉવ.૫૦ રહે. ગાંધીગ્રામ શેરી નં ૭ બાલાજી મકાન રાજકોટ મુળ ગામ ભુખી તા.ધોરાજી જી.રાજકોટ)  શંકાસ્પદ હાલતમાં નીકળતા તેની પંચો રૂબરૂ અંગ જડતી કરતા તેના પેન્ટના ખીસ્સામાંથી નશાકારક પદાથૅ ગાંજાનો જથ્થો મળી આવતા ધોરણસર કાર્યવાહી કરી આ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એકટ અંતગર્ત ગુન્હો નોંધવાની તજવીજ કરવામાં આવનાર છે. આરોપીની ઘરપકડ અંગેની કાર્યવાહી કોવીડ ટેસ્ટ બાદ કરવામાં આવશે.

વલ્લભ પાસેથી ગાંજાનો જથ્થો ૧૨૩ ગ્રામ કિ.રૂ.૧૨૩૦ તથા રોકડા રૂપીયા રૂ. ૨૦૦ કબ્જે કરાયા છે.

વલ્ભભાઇ જેઠાભાઇ ધંધુકીયા જાતે કુંભાર ઉવ.૫૦ રહે ગાંધીગ્રામ શેરી નં ૭ બાલાજી મકાન રાજકોટ મુળ ગામ ભુખી તા.ધોરાજી જી.રાજકોટ

આ કામગીરી આર.વાય.રાવલ પો.ઇન્સ. તથા એએસઆઇ રવીભાઇ ડી. વાંક, પો.હેડ.કોન્સ. કિશનભાઇ ખેંગારભાઇ તથા પો.હેડ.કોન્સ. ડી.જી.ઝલા, પો.હેડ.કોન્સ. મોહીતસિંહ જાડેજા, પો.કોન્સ. કિશોરભાઇ એલ. ઘુઘલ તથા ડ્રાઇવર કૃષ્ણસિંહ સહિતે કરી હતી.

(8:45 pm IST)