રાજકોટ
News of Tuesday, 11th May 2021

કોંગ્રેસનાં કોર્પોરેટરો પ્રજાની વ્હારેઃ કોરાનાં સારવાર માટે ૧૦ લાખની ગ્રાન્ટ ફાળવી

વોર્ડ નં. ૧પનાં કોરોનાના ગરીબ દર્દીઓ માટે દવા, ઇન્જેકશન, ઓકસીજન વગેરે જરૂરી વસ્તુ આ ગ્રાન્ટમાંથી વિનામૂલ્યે ફાળવવા મ્યુ. કમિશ્નરને જણાવ્યુ

રાજકોટ તા. ૧૧ :.. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૧પ નાં કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરો શ્રી વશરામભાઇ સાગઠીયા, શ્રી મકબુલભાઇ દાઉદાણી, શ્રીમતી ભાનુબેન સોરાણી અને શ્રીમતી કોમલબેન ભારાઇ ને વોર્ડના વિકાસ માટે ફાળવવામાં આવેલ ગ્રાન્ટમાંથી પોતાના જ વોર્ડ નં. ૧પ માં  ૪, ૧૦,૦૦,૦૦૦ અંકે રૂપિયા દશ લાખ પુરી ગ્રાન્ટ ફાળવવાનો પત્ર વોર્ડના ડેપ્યુટી ઇજનેરને આપી દિધેલ છે   તેમાં જણાવેલ છે કે અમારા વોર્ડના નાગરીકોને કોરાનાની દવા ઇન્જેકશનો - ઓકસીજન વગેરે જરૂરી ટેસ્ટીંગ કિટ જેવી જરૂરી વસ્તુઓ ખરીદવા માટે કોંગ્રેસના ચારેય કોર્પોરેટર ગ્રાન્ટમાં જ ચારેયના ખાતામાંથી અઢી-અઢી લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવીએ છીએ તો વોર્ડ નં. પ નાં લોકોને જરૂરીયાત મુજબ દવાઓ સહિતની સુવિધાઓ પુરતા પ્રમાણમાં મળી રહે તેવા શુભ આશયથી આ ગ્રાન્ટ ફાળવીએ છીએ અને હજુ જરૂર જણાશે તો વધારે ગ્રાન્ટ ફાળવવાની પણ અમારી તૈયારી છે તો કોર્પોરેટર તરીકે લાગતા-વળગતા અધિકારીઓને પણ વિનંતી કરી છે કે અમારા વોર્ડમાં જ નાના અને ગરીબ લોકોની સેવા  - સુવિધામાં જ અમારી ગ્રાન્ટ વપરાવવી જોઇએ તેવી તાકીદ પણ કરી છે.

(3:52 pm IST)