રાજકોટ
News of Tuesday, 11th May 2021

સમરસ લેડીઝ-બોયઝ હોસ્ટેલનો કબજો અને કેન્સર કોવીડ હોસ્પીટલનો કબજો હાલ એકાદ વર્ષ સુધી કલેકટર તંત્ર પાસે જ રહેશે

એડીશ્નલ કલેકટર શ્રી પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું કે શહેરમાં જીલ્લામાં કોરોના કેસો ભલે ઘટયા...સ્થિતિ ભલે સૂધરી પરંતુ હાલ તો સમરસ લેડીઝ-બોયઝ હોસ્ટેલનો અને કેન્સર કોવીડ હોસ્પીટલનો કબજો ૧૦ થી ૧ર મહિના સુધી કલેકટર તંત્ર પાસે જ રહેશે વિદ્યાર્થીઓ અંગે વિકલ્પ વિચારાશે.  તંત્ર કોઇ જોખમ લેવા માંગતું નથી ઓકસીજન લાઇન તથા તમામ ઇન્ફ્રાસ્ટ્રકચર પણ તૈયાર જ રખાશે.

(3:49 pm IST)