News of Tuesday, 11th May 2021
SBI ના ૩૮ લાખના સહયોગથી ગોંડલ સિવીલમાં મહિનામાં ઓકસીજન પ્લાન્ટ ઉભો થશે IOC દ્વારા બ્રેઇન સરકીટ- બાયપેપ- સીપેપ અપાયા
એડી. કલેકટર પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, SBI ના ૩૮ લાખના સહયોગથી ગોંડલ સરકારી હોસ્પીટલમાં મિનીટના પ૯૦ લીટર વાળો ઓકસીજન પ્લાન્ટ ૪ થી પ વીકમાં ઉભો થઇ જશે. આ માટે SBI ના હાઇલેવલ અધીકારીઓને કલેકટર તંત્ર દ્વારા લેટર આપી દેવાયો છેઃ તેમણે ઉમેર્યું હતું કે રાજકોટ સીવીલને IOC દ્વારા પ૦ જેટલી બ્રેઇન સરકીટ-બાયપેપ અને સીપેપની સુવિધા પૂરી પડાઇ છે.
(3:47 pm IST)