રાજકોટ
News of Tuesday, 11th May 2021

ઘનશ્યામનગર, મોરારીનગરમાં મકાનમાં અને કોઠારીયા કોલોનીમાં જુગાર રમતા ૧પ ઝડપાયા

ભકિતનગર પોલીસના ત્રણ દરોડા : મકાનમાંથી નવ અને જાહેરમાં પત્તા ટીંચતા છ ને દબોચ્યા : પ૭ હજારની રોકડ કબ્જે

રાજકોટ, તા. ૧૧ :  કોઠારીયા રોડ પર ઘનશ્યામનગર અને હરીધવા રોડ પર મોરારીનગર મેઇન રોડ પર ના મકાનમાંથી નવ અને કોઠારીયા કોલોનીમાં જાહેરમાં જુગાર રમતા છ ને ભકિતનગર પોલીસે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ કોઠારીયા રોડ ઘનશ્યામનગરમાં આવેલા એક મકાનમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ભકિતનગર પોલીસ મથકના કોન્સ. રણજીતસિંહ અને કોન્સ ભાવેશભાઇ મકવાણાને બાતમી મળતા પી.આઇ. જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. આર.જે. કામળીયા, એ.એસ.આઇ. ભાનુભાઇ મીયાત્રા, હેડ કોન્સ મનરૂપ ગીરી, રણજીત સિંહ, ભાવેશભાઇ, રણજીતસિંહ જાડેજા, મનીષભાઇ, વાલજીભાઇ, દિવ્યરાજસિંહ, રાજેશભાઇ ગઢવી, હિતેન્દ્રસિંહ, મૈસુરભાઇ સહિતે ઘનશ્યામનગર શેરી નં. ૧પમાં આવેલા ચોક મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાનમાલીક કિશનસિંહ સુખદેવસિંહ પરમાર (ઉ.વ.૩૬) તથા ભુપેન્દ્રસિંહ ગુલાબસિંહ જાડેજા (ઉ.વ.૪૦), જંગલેશ્વર મેઇન રોડ, ભરતવન સોસાયટી, મુસ્તાક કાસમભાઇ હેરેજા (ઉ.વ.૩૮), જામનગર રોડ અજમેરા એપાર્ટમેન્ટ ઇ-વીંગ ફલેટ નં. ર૦૧ ના હિતેષ હીરાલાલભાઇ કાચા (ઉ.વ.૪૦) અને માધાપર ગગામ સીધધનાથ સોસાયટી શેરી નં. રના દિવ્યેશ ભાણજીભાઇ કંસારા (ઉ.વ.૩ર)ને તીનપતીનો જુગાર રમતા પકડી લઇ રૂ. ૧૭૬૩૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

જયારે બીજા દરોડામાં કોન્સ. રણજીતસિંહ પઢારીયા તથા ભાવેશભાઇ મકવાણાને મળેલી બાતમીના આધારે હરીધવા રોડ પર મોરારીનગર મેઇન રોડ પર મકાનમાં દરોડો પાડી તીનપતિનો જુગાર મકાન માલીક નીતિન વૃજલાલભાઇ સુરૂ (ઉ.વ.૪૮) તથા રાઘેશ્યામ એપાર્ટમેન્ટ ફલેટ નં. ર૦૧ ના પ્રફુલ ગોરધનદાસભાઇ વાયા (ઉ.વ.૬૩), ગોંડલ રોડ રામનગરના નટવરલાલ હિંમતલાલભાઇ થડેશ્વર (ઉ.વ.૬૦) અને ભુપેન્દ્ર રોડ પર યમુના વિહાર એપાર્ટમેન્ટના પ્રદિપ છોટાલાલભાઇ જગડા (ઉ.વ.પ૮) ને પકડી લઇ રૂ. ર૪પપ૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

જયારે ત્રીજા દરોડામાં કોન્સ. દિવ્ય રાજસિંહ અને મૈસુરભાઇ કુંભારવાડીયાને બાતમી મળતા કોઠારીયા કોલોની કામદાર કેન્દ્ર પાસે દરોડો પાડી જાહેરમાં તીનપતિનો જુગાર રમતા પોપટપરા મેઇન રોડ પર કૃષ્ણનગર શેરી નં.૪ ના ચીરાગ શૈલેષભાઇ પોપટ (ઉ.વ.૩ર), કોઠારીયા કોલોની કવાર્ટર નં. ૧૩૮ના જીજ્ઞેશ કિશોરભાઇ ગોહેલ (ઉ.વ.૩૧), સહકાર સોસાયટી શેરી નં. ૭ના પરેશ કવાભાઇ ડાભી (ઉ.વ.૩૭), કરણપરા શેરીન ં. ૪ ના જય સંજયભાઇ ડાભી (ઉ.વ.ર૬), મહેશ્વરી સોસાયટીના ઇમરાન યુનુશભાઇ ધાનાણી (ઉ.વ.૩ર) અને જંગલેશ્વર શેરી નં. ૧૯ના સદામ રફીકભાઇ લોયા (ઉ.વ.ર૯) ને પકડી લઇ રૂ. ૧પર૭૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:05 pm IST)