રાજકોટ
News of Tuesday, 11th May 2021

13મીથી સોનીબજાર સવારે 10થી બપોરે 4 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવા નિર્ણય

રાજ્ય સરકારના મીની લોકડાઉન અંગેના નિર્ણય પર મીટ : વધુ એક અઠવાડિયું સોની બજાર અડધો દિવસ સ્વૈચ્છીક બંધ પાળશે

રાજકોટ : રાજકોટ સહીત સમગ્ર રાજ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે, દિન પ્રતિદિન કોરોના કેસમાં વધારો થઇ રહયો છે સૌરાષ્ટ્ર-ગુજરાતના અનેક શહેરો અને ગ્રામ્યમાં આંશિક - સ્વૈચ્છીક બંધ પાળીને કોરોનાની ચેઇન તોડવા પ્રયાસ થઇ રહ્યાં છે ત્યારે એશિયાની ગોલ્ડ હબ મનાતી રાજકોટની સોની બજારમાં આગામી તા, 13મીથી  વધુ એક અઠવાડિયું સવારે 10 થી બપોરે 4 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવા નિર્ણય કરાયો છે

 અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના 8 મહાનગરો અને 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ ચાલી રહ્યો છે. જેની મુદ્દત આજે પૂર્ણ થઈ રહી છે ત્યારે આજે મળનારી કોર કમિટીની બેઠકમાં હાલમાં કર્ફ્યૂનો સમય અંગે નિર્ણય લેવાનાર છે ઝવેરીબજારની આ નિર્ણય પર મીટ મંડાયેલી છે જો મીની લોકડાઉન હળવું કરાય તો પણ સોનીબજાર એક અઠવાડિયું સવારે 10 થી બપોરે 4 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવા નિર્ણય કરાયો છે

 આ અગાઉ ત્રણ દિવસ સુધી સોનીબજારમાં સ્વૈચ્છીક બંધ રાખ્યા બાદ ગત સપ્તાહે સળંગ પાંચ દિવસ સુધી બંધની જાહેરાત થયેલ હતી, જેની અવધિ સોમવારે પૂર્ણ થવાની હતી ત્યારે ફરીવાર કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તા:-2-5-2021 સુધી સ્વેચ્છિક બંધ પાળ્યો હતો, 

(2:39 pm IST)