રાજકોટ
News of Tuesday, 11th May 2021

રાજકોટ શહેર - જિલ્લામાં ઘઉં - ચોખા સહિતનું શાંતિપૂર્વક વિતરણ શરૂ : જ્યાં માલ નથી પહોંચ્યો ત્યાં ૨ દિ'માં પહોંચી જશે

૮૦ ટકા દુકાનો ઉપર જથ્થો પહોંચી ગયો છે : કોઇ ટોળા કે ફરિયાદો નથી : દરેક તાલુકાનો રિવ્યુ લેવાયો

રાજકોટ તા. ૧૧ : પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા ૨૦૧૩ હેઠળ પાત્રતા ધરાવતા અંત્યોદય તથા અગ્રતા ધરાવતાં કુટુંબોને આંશિક લોકડાઉનની પરિસ્થિતીના કારણે  રાહત મળે તે માટે આજથી તા.૨૦.૫.૨૧ સુધી વિનામૂલ્યે રાશનનું વિતરણ કરાશે.દરમિયાન ડીએસઓ  પૂજા બાવડાં એ અકિલાને જણાવ્યું હતું કે રાજકોટ શહેર જિલ્લામાં તમામ દુકાનો ઉપર શાંતિ પૂર્વક વિતરણ શરૂ થયું છે હાલ કોઈ ટોળા કે એવી અન્ય કોઈ ફરિયાદ નથી તેમજ દરેક તાલુકાનો રીવ્યુ લેવાય રહ્યો છે તેમણે જણાવેલ કે કોઈ કોઈ દુકાને બને વિતરણનો માલનો પહોંચ્યો હોય એવું બન્યું હોય પણ બે દિવસમાં બધે પુરવઠો પહોંચી જશે કોઈ મુશ્કેલી નહિ રહે.

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ વ્યકિત દીઠ ઘઉં ૩.૫ કિલો તથા ચોખા ૧.૫નું વિતરણ કરાશે. રેશનકાર્ડના લાભાર્થીઓને રેશનકાર્ડના છેલ્લાં અંક મુજબ નિયત કરાયેલી તારીખે વાજબી ભાવની દુકાનેથી અનાજ મેળવવાનું રહેશે.

રેશનકાર્ડના છેલ્લાં અંક ૧ હોય તેને ૧૧ મેના, રેશનકાર્ડના છેલ્લાં અંક ૨ હોય તેને ૧૨ મેના, રેશનકાર્ડના છેલ્લાં અંક ૩ હોય તેને ૧૩ મેના, રેશનકાર્ડના છેલ્લાં અંક ૪ હોય તેને ૧૪ મેના, રેશનકાર્ડના છેલ્લાં અંક ૫ હોય તેને ૧૫ મેના, રેશનકાર્ડના છેલ્લાં અંક ૬ હોય તેને ૧૬ મેના, રેશનકાર્ડના છેલ્લાં અંક ૭ હોય તેને ૧૭ મેના, રેશનકાર્ડના છેલ્લાં અંક ૮ હોય તેને ૧૮ મેના, રેશનકાર્ડના છેલ્લાં અંક ૯ હોય તેને ૧૯ મેના, રેશનકાર્ડના છેલ્લાં અંક ૦ હોય તેને ૨૦ મેના રોજ અનાજ વિતરણ કરાશે.

જો કોઇ લાભાર્થી અનિવાર્ય કારણોસર નિયત થયેલ દિવસે અનાજનો જથ્થો મેળવી ન શકે તો તેઓ તા.૨૧ થી ૩૧ મે સુધી સબંધિત વાજબી ભાવની દુકાનેથી રાશન મેળવી શકશે.   

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા ૨૦૧૩ હેઠળના લાભાર્થીઓને નિયમિત ધોરણે મળવાપાત્ર રાહતદરનું મે માસનું વિતરણ પણ આજથી શરૂ થયુ છે. જે પણ રેશનકાર્ડ બુકલેટ નંબર સામે દર્શાવેલ તારીખ વાઇઝ મેળવવાનું રહેશે. આમ બંને વિતરણ એક સાથે જ કરાશે. જેની લાભાર્થીઓએ નોંધ લેવી.

રાશન લેવા આવનાર લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવાનુ રહેશે. ફેસ માસ્ક પહેરવાનું રહેશે. તેમ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પૂજા બાવડાની યાદીમાં જણાવાયુ છે.

(1:02 pm IST)