રાજકોટ
News of Saturday, 11th May 2019

પ્રિમીયર સ્કુલના શ્રેષ્ઠ શિક્ષણ દ્વારા JEE-SRM-VITEEની પરીક્ષામાં ચમકતા તેજસ્વી તારલાઓ

ધો.૧૨ સાયન્સ સહિત રાષ્ટ્રીય પરીક્ષામાં પ્રિમીયર સ્કુલના વિદ્યાર્થીઓએ મેદાન માર્યુ

રાજકોટ, તા. ૧૧ : બોર્ડના પરિણામો સાથે રાજયભરમાં શ્રેષ્ઠ પરિણામો આપી રાજકોટની શૈક્ષણિક સંસ્થાઓએ એજ્યુકેશન ગુણવતામાં સર્વોપરીતા સિદ્ધ કરી છે. આજ સુધી સૌરાષ્ટ્રના એજ્યુકેશન હબ તરીકે સ્વીકૃત રાજકોટ હવે રાજયનું પ્રાઈમ ફોકસ બની રહ્યુ છે.

રાજકોટની પ્રિમીયર સ્કુલ્સે છેલ્લા સતત એક દાયકાથી બોર્ડ તેમજ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેમાં નીટ, જેઈઇ સહિત તમામ લેવલે ઉત્કૃષ્ટ પરિણામોનો શિરસ્તો જાળવી એ પ્રસ્થાપિત કરી આપ્યુ છે કે રાજકોટની સ્કુલ, કોટા કે સાઉથના પ્રમુખ ઈન્સ્ટીટ્યુટોની સાથે કદમ મિલાવે છે. આ વર્ષે બોર્ડ પરિણામોમાં પ્રિમીયર સ્કુલ્સના ૧૨ વિદ્યાર્થીઓ ૯૯ પીઆર કે તેથી વધુ અને ૯૫ વિદ્યાર્થીઓએ ૯૦ પીઆરથી વધુ ગુણાંકો મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે.

પ્રિમીયર સ્કુલ્સના વિદ્યાર્થીઓએ જેઈઈ એડવાન્સમાં અદ્દભૂત સફળતા મેળવી છે. આ ઉપરાંત ચેન્નઈની પ્રખ્યાત એન્જી. કોલેજ એસઆરએમ અને વેલ્લુરની વીટી (વીઆઈટીઈઈ)માં પણ આજ સ્કુલ્સના વિદ્યાર્થીઓ ઉતીર્ણ થઈ વિશ્વ કક્ષાની દેશની નામાંકિત સંસ્થાઓમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધુ છે.

પ્રિમીયર સ્કુલ્સના કોર મેનેજમેન્ટ ગ્રુપના સર્વ શ્રી નિરવભાઈ, મુકેશભાઈ, મનનભાઈ અને નેહાબેને જણાવ્યુ હતું કે વિદ્યાર્થીઓની સતત સફળતા અમારી સ્કુલની ટીચીંગ મેથોડોલોજી, અદ્દભુત ટીચીંગ ટેલેન્ટ, સ્ટુડન્ટ મોટીવેશન અને પેરેન્ટ્સ સપોર્ટને આભારી છે. કોટા સમકક્ષ પરિણામો લઈ આવવા અંગે જયારે પુછાયુ ત્યારે તેઓએ જણાવ્યુ હતું કે અમારી સ્કુલમાં અપાતુ ટીચીંગ મટીરીયલ ઉત્કૃષ્ટ કક્ષાનું હોય છે. સર્વોત્તમ શિક્ષકો તેમની ઉમદા કાર્યશૈલીથી વિદ્યાર્થીઓને તાલીમ આપે છે અને સતત ટેસ્ટ દ્વારા તેનું મૂલ્યાંકન કરે છે.

નજીકના ભવિષ્યમાં આવનારા નીટ પરિણામોમાં પ્રિમીયર સ્કુલ્સ ગત વર્ષની માફક રાજયનું શ્રેષ્ઠ પરિણામ આપવા કટીબદ્ધ છે.

(3:49 pm IST)