રાજકોટ
News of Saturday, 11th May 2019

રાજકોટ કલેકટર કચેરીમાં RFMS(ફાઇલ ટ્રેકીંગ) સીસ્ટમમાં ઇન્વર્ડનો સોફટવેર બંધ કરાયોઃ હવે ઇનવર્ડ અને ઓનલાઇન સેવા

મામલતદાર-પ્રાંતને અલગ-અલગ તબક્કે ફાઇલ મોકલાતી તે હવે ઓનલાઇન મુવમેન્ટ થશે

રાજકોટ, તા., ૧૧: રાજકોટ સહિત રાજયભરમાં રેવન્યુ ફાઇલ મોનીટરીંગ સીસ્ટમ (આરએફએમએસ) સેવા કલેકટર કચેરીઓમાં શરૂ કરાઇ છે. જેથી કરીને અરજદારોની તમામ પ્રકારની ફાઇલ કયા ટેબલથી કયા ટેબલે પહોંચી, કેમ વિલંબ, શું મુશ્કેલી તે જાણી શકાય અને અરજદારોને ધક્કા પણ ન થાય.

હવે કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ આ સીસ્ટમમાં એક મહત્વનો સુધારો કરી, ઇનવર્ડ થતી તે સોફટવેર બંધ કરી હવે ઇનવર્ડ ઓનલાઇન સેવા શરૂ કરી દીધી છે. જેથી કરીને ફાઇલ કયા ટેબલે પહોંચે તે ખબર પડી જશે.

પહેલા અલગ-અલગ તબક્કે ફાઇલ મામલતદાર પ્રાંત પાસે મોકલાતી તે હવે ઓનલાઇન મુવમેન્ટ થશે અને ગમે તે અધિકારી જોઇ શકશે. એટલું જ નહી અરજદારને પણ એસએમએસથી જાણ કરી દેવાશે કે ફાઇલ ઉપરી અધિકારી પાસે ગઇ.

ગઇકાલે આર.ઓ. મીટીંગમાં આની સમીક્ષા થઇ હતી અને જે નવા કલાર્ક-નાયબ મામલતદારો આવ્યા છે તેમને તાલીમ પણ અપાઇ ગઇ છે.

(3:42 pm IST)