રાજકોટ
News of Saturday, 11th May 2019

લાખોનો ખર્ચ એળે !!

રેસકોર્ષ રીંગ રોડની નવી કલાત્મક ગ્રીલ તૂટીઃ કોંગ્રેસ

ગ્રીલ તૂટી કે કોઈએ તોડીઃ કોંગી કોર્પોરેટર અતુલ રાજાણી દ્વારા તપાસ કરાવવા માંગઃ મ્યુ. કમિશ્નરને લેખીત ફરીયાદ

રાજકોટ, તા. ૧૧ :. શહેરના હાર્દસમા એવા રેસકોર્ષ રીંગ રોડ પર તાજેતરમાં જ લાખોના ખર્ચે તૈયાર કરેલ કલાત્મક ગ્રીલના ઉપરના ભાગે તૂટી ગયેલ છે કે કોઈએ તોડી નાખેલ હોય તેની તપાસ કરાવવા અતુલ રાજાણીએ મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીને પત્ર પાઠવી રજૂઆત કરી છે.

રેસકોર્સ સંકુલ ફરતે લાખો રૂપિયાના ખર્ચે તાજેતરમાં જ નાખેલી લોખંડની કલાત્મક ગ્રીલ ઉપરના ભાગેથી તૂટી ગયેલ છે અથવા કોઇએ તોડી નાખેલ હોય તેવી શંકા  જણાય છે. રેસકોર્સ સંકુલ ફરતે નવી ગ્રીલ નખાયાને હજુ ૧ વર્ષ પણ થયુ નથી ત્યાં જ  કલાત્મક ગ્રીલ ઉપરના ભાગેથી તૂટી ગઇ છે. ત્યારે તેની તપાસ કરાવવા અતુલ  રાજાણીએ માંગ કરી છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, નબળી ગુણવતાના કારણે આવુ બન્યુ હોય તો જવાબદાર કોન્ટ્રાકટર એજન્સી સામે અને જો કોઇ આવારા તત્વો ગ્રીલ કાઢી ગયા હોય તો ગાર્ડન શાખા અને વિજીલન્સ પોલીસના જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

(3:41 pm IST)