રાજકોટ
News of Saturday, 11th May 2019

રાજકોટમાં રેલ્વેનો આધુનિક ગુડસ ડેપો તૈયાર થઇ રહયો છેઃ રાજકોટ-વેરાવળ ડબલ લાઇન માટે ઉપયોગી બનશે

રાજકોટ, ભાવનગર રેલ ડીવીઝનના આધુનિકરણ માટે કાર્યરત એન્જીનીયરીંગ વિભાગ માટે અહિંયા મોટા પ્રમાણમાં મટીરીયલ્સનો સંગ્રહ-સપ્લાય થશે

રાજકોટ, તા., ૧૧: રાજકોટ રેલ્વે દ્વારા પ્લેઝર કવીક રીલેવીંગ સીસ્ટમ (PQRS) હેઠળ નવો ગુડસ ડેપો તૈયાર થઇ રહયો છે.

આ ગુડસ ડેપો રાજકોટ રેલ્વેના  એન્જીનીયરીંગ ડીપાર્ટમન્ટ દ્વારા જામનગર રોડ ઉપર રેલ્વેના ગુડસ ગોદામની પાછળ અને IOC ના ટાંકાની સામે નવો તૈયાર થઇ રહ્યો છે. જેમાં એન્જીનીયરીંગ તરફથી  ડેપોમાં લાઇન નં. ૧ અને લાઇન નં. રમાં પર કિલો રેલ ૧૩ મીટર તૈયાર કરીને PRE Slpeeper સાથે સલામત બનાવીને BFR વેગનમાં લોંડીગ કરવામાં આવશે. રાજકોટ ડીવીઝનના  જે જે યુનીટોમાં જરૂરીયાત પ્રમાણે ત્યાંથી માલ-સામાન મોકલવામાં આવશે. રીલીઝ મટીરીયલ ત્યાંથી નીકળશે તે ભરી લઇને નંબર ૩માં PQRS સાઇડીંગ ડીપોમાં જમા થશે.

 PQRS વિભાગ  અત્યંત જરૂરી તેમજ બીજા નજીકના ડીવીઝનને પણ મદદરૂપ થઇ શકશે. ભાવનગર ડીવીઝનમાં રાજકોટ-વેરાવળ ડબલ લાઇન  માટે અત્યંત જરૂરી સાબીત થઇ શકે છે.  એન્જીનીયરીંગ વિભાગ અને રેલ્વે માટે પણ  ફાયદાકારક રહેશે.

હાલમાં રાજકોટ રેલ્વે  ખાતે   રાજકોટ-વેરાવળ ડબલ લાઇન માટે રેલ્વે બોડ  દ્વારા જોરશોરથી તૈયારીઓ થઇ રહી છે. ટુંક સમયમાં જ આ કામગીરી માટે જરૂરી હુકમો  થવાની શકયતા છે.

(3:39 pm IST)