રાજકોટ
News of Saturday, 11th May 2019

સાંજે રાજકોટના પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીમાં પાણી સમિતીની બેઠકઃ અનેક માંગણીઓ પેન્ડીંગ

પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહે તમામને બોલાવ્યાઃ હાલ જીલ્લામાં રોજના ૪૪૪ ટેન્કરો દ્વારા ફેરા

રાજકોટ, તા., ૧૧: રાજકોટ જીલ્લાના  પીવાના પાણીના પ્રશ્નો અંગે આજે સાંજે જીલ્લાના પ્રભારી મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહના અધ્યક્ષસ્થાને પાણી સમીતીની મહત્વની બેઠક કલેકટર કચેરી ખાતે મળી રહી છે.

ગત તા.૪ ના રોજ તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, સરપંચો દ્વારા પાણી અંગે જે ફરીયાદો આવી હતી. તેનું નિરાકરણ થયું કે નહી તેની સમીક્ષા થશે અનેક માંગણીઓ પેન્ડીંગ હોવાનું સુત્રો ઉમેરી રહયા છે.

આ ઉપરાંત તાલુકા દીઠ ટેન્કરોના ફેરા વધારવા, કુવા ગાળવા, બોર, હેન્ડ પંપ શરૂ કરવાની માંગણીઓ અંગે નિર્ણય લેવાશે. હાલ રાજકોટ જીલ્લામાં ટેન્કરના ૪૪૪ ફેરા દોડી રહયા છે. જેમાંથી પ૦ ટકા તો રૂડા વિસ્તારના છે. બાકીના વિંછીયા -ઉપલેટા-જસદણ-જેતપુર પંથકના છે. હાલ તંત્રે પાણીના ટેન્કરમાં માથાદીઠ ૩૦ લીટર પાણીનું ધોરણ નક્કી કર્યુ છે અને આ માટે જાન્યુઆરીમાં માસ્ટર પ્લાન પણ તૈયાર કરાયો હતો.

(3:36 pm IST)