રાજકોટ
News of Saturday, 11th May 2019

સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા પિડીત દર્દીઓ માટે નર્સિંગ સ્ટાફનું રકતદાન

જકોટઃ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓના લાભાર્થે તેમજ થેલેસેમિયા પિડિત દર્દીઓના લાભાર્થે આજે સવારે ૮ થી સાંજના ૮ સુધી સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડપાસે હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા રકતદાન કેમ્પ યોજાયો હોઇ નર્સિંગ સ્ટાફે હોંશે હોંશે દર્દીઓના લાભાર્થે રકતદાન કર્યુ હતું. તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતાએ ખાસ હાજર રહી નર્સિંગ સ્ટાફ માટે પ્રેરણા સમાન ફલોરેન્સ નાઇટીંગલની તસ્વીર પાસે દિપ પ્રાગટ્ય કરી બ્લડ ડોનેશન કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો. તેમજ નર્સિંગ સ્ટાફની આ સેવાકિય પ્રવૃતિને બિરદાવી હતી. આજ સાંજના આઠ સુધી બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ રહેવાનો હોઇ અન્ય રકતદાતાઓ પણ રકતદાન કરી શકે છે. એકઠુ થયેલુ તમામ રકત સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં જમા થશે. તસ્વીરમાં સિવિલનો નર્સિંગ સ્ટાફ રકતદાન કરતો જોવા મળે છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(2:42 pm IST)