રાજકોટ
News of Friday, 11th May 2018

વોર્ડ નં. ૧૪માં કાલે મહિલા સંમેલનઃ વિવિધ કાર્યક્રમો

કોઠારીયા કોલોની યુવા ગ્રુપ તથા સુરક્ષા સેતુ સોસાયટીના સંયુકત ઉપક્રમે આયોજન

રાજકોટ તા. ૧૧ :.. સુરક્ષા સેતુ સોસાયટી શહેર પોલીસ અને કોઠારીયા કોલોની યુવા ગ્રુપના સંયુકત ઉપક્રમે શહેરના વોર્ડ નં. ૧૪ માં નટેશ્વર મહાદેવ મંદિરે ૮૦ ફુટ રોડ શેઠ હાઇસ્‍કુલની બાજુમાં તા. ૧ર મી મે ર૦૧૮ ને શનિવારે મહિલા સંમેલન યોજાશે. સવારે ૯.૪પ કલાકે દિપ પ્રાગટય (ઉદ્‌્‌ઘાટન) કરી મહિલા સંમેલન ખુલ્લું મુકાશે. આ કાર્યક્રમમાં મધ્‍યમ વર્ગના અને આર્થિક નબળા વર્ગના અને શહેરનાં જુદા જુદા વિસ્‍તારોમાં વસતા મહિલાઓના સમુહને સામેલગીરી કરવામાં આવી છે. અને મહિલાઓમાંના પ્રશ્નો અંગે લડતાં સામાજીક, રાજકીય, મહિલા આગેવાનોને  સાથે રાખી કાર્યક્રમને સફળ બનાવવા મહિલા આગેવાનોની ટીમ જહેમત ઉઠાવી રહી છે. બેટી બચાવો, બેટી પઢાઓ, ભ્રૃણ હત્‍યા નિષેધ અંગે મહિલાઓના વકતવ્‍ય બાદ મહિલાઓને મેટોડા ખાતે આવેલ ગોપાલ (ગોપાલ નમકીન)ની આવેલ અભ્‍યાસ મુકલાતે લઇ જવાશે.

આ કાર્યક્રમમાં ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, મહિલા કોર્પોરેટરો, શહેરના ઉચ્‍ચ લેડી પોલીસ અધિકારીઓ, સામાજીક, રાજકીય મહિલા અગ્રણી ઉપસ્‍થિત રહેશે.

કાર્યક્રમને સફળ બનાવવા કોઠારીયા કોલોની યુવા ગ્રુપના પ્રમુખ ગજેન્‍દ્રસિંહ ઝાલા, એ.વી. જોષી (એલઆઇસી), એડવોકેટ હિંમતભાઇ લાબડીયામહિલા આગેવાનો કિરણબેન રાજુભાઇ સોરઠીયા (કોર્પોરેટર), સરલાબેન પાટડીયા, માયાબેન મલકાણ, જયોતિબા ઝાલા, હંસાબેન સાપરીયા, જયાબેન ચૌહાણ, જયોતિબેન માઢક, ચેતનાબેન દેવડા, પારૂલબેન સિદ્ધપુરા, ડીમ્‍પલબેન ગુજરાતી, સ્‍મૃતિબેન જોષી, ઉર્મિલાબેન યાદવ, હિનાબેન પઢારીયા, જયાબેન મૂળીયા, સુનિતાબેન, પારૂલબેન કડીવાર, હેમલતાબેન રાણપરા, રંજનબેન પારેખ, ઇશ્વરીબેન હરગુણ સહિતના બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે તેમ સંસ્‍થાની યાદીમાં જણાવાયું છે.

 

(4:19 pm IST)