રાજકોટ
News of Friday, 11th May 2018

આદર્શ સોસાયટી તથા કલ્યાણ પાર્ક વિસ્તારમાં ડામર રી-કાર્પેટ કામનો પ્રારંભઃ ખાતમુહુર્ત

 રાજકોટ : સૌનો સાથ સૌનો વિકાસ ના સુત્ર સાથે વોર્ડ નં.૨ના ભાજપના જાગૃત કોર્પોરેટરશ્રીઓ દ્વારા જુદા-જુદા વિકાસના લોક ઉપયોગી કામો મંજુર કરાવી શરુ કરવામાં આવેલ છે તેનાજ એક ભાગ રૂપ વોર્ડ નં.૨માં આદર્શ સોસાયટી તથા કલ્યાણ પાર્ક વિસ્તારની શેરીઓમાં ડામર રી-કાર્પેટનું કામ મંજુર કરવી આ કામનું ખાતમુહુર્ત રાજકોટ શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઈ મિરાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કરભાઇ પટેલ, શિક્ષણ સમિતિ ચેરમન તથા વોર્ડ નં. ૨ પ્રભારી  નરેન્દ્રસિંહ ઠાકુર, તથા વોર્ડ નં.૨ના કોર્પોરેટરશ્રીઓ દ્વારા કરાયુ. ડામર રી-કાર્પેટ થવાથી આ વિસ્તારને રસ્તાની વધુ સારી સુવિધા મળી રહેશે. આ પ્રસંગે વોર્ડ નં.૨ના ભાજપના કોર્પોરેટર તથા ડે.મેયર  ડો.દર્શીતાબેન શાહ,  મનીષભાઈ રાડીયા,  જયમીનભાઈ ઠાકર    સોફીયાબેન દલ,   રાજેન્દ્રસિંહ ગોહેલ,   જયસુખભાઈ પરમાર, ધૈર્યભાઈ પારેખ,  ધર્મેન્દ્રભાઈ મિરાણી,   બીનાબેન બાટવીયા, આદર્શ સોસાયટીના મંત્રી વિનુભાઈ પંડ્યા, આદર્શ સોસાયટીના  પ્રવિણભાઈ ધોળકિયા,   રાજનભાઈ સિંધવ, ભરતભાઈ કાઠી નીલેશભાઈ વ્યાસ, ચિંતન ભગદેવ, મયંક ખજુરીયા, ગુલાબસિંહ જાડેજા, ગૌતમભાઈ વાળા, કૌશિકભાઈ અઢીયા, પ્રફુલભાઈ બોરીસાગર, કમલેશભાઈ રાઠોડ, ચંદ્રસિંહ જાડેજા, રાજુભાઈ જોષી, પંકજભાઈ જોષી, રાજુભાઈ લાખાણી, ધારાબેન વૈષ્ણવ, દિપાબેન કાચા, દેવ્યાનીબેન, સીમાબેન, રાકેશભાઈ પરમાર, અરજાકભાઈ, પ્રફુલભાઈ કંસારા, કમલેશભાઈ, નરેન્દ્રભાઈ ચાવડા, કેયુરભાઈ ડોડીયા, કમલેશભાઈ ઝાલા, વિગેરે બહોળી સંખ્યામા વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:06 pm IST)