રાજકોટ
News of Sunday, 11th April 2021

રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાનો હાહાકાર : આજે અ...ધ...ધ 45 મોત ગયા વર્ષ નો 15 નવેમ્બર 2020 નો 39 મોત નો રેકોર્ડ તોડતો કાળમુખો કોરોના:

સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે 32 પૈકી 4 કોવીડ ડેથ થયા: સરકારી - ખાનગી હોસ્પિટલમાં 128 બેડ ખાલી

રાજકોટ :  શહેર - જિલ્લામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ગઇકાલે 32 મોત નોંધાયા બાદ આજે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાએ અ...ધ...ધ 45નો ભોગ લીધો છે . 

આ અંગે સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ રહેલા તા .10નાં સવારના ૮ વાગ્યા થી આજે તા.11સવારના ૮ વાગ્યા સુધીમાં એટલે કે છેલ્લા ૨૪ કલાકમાં શહેર - જીલ્લાના 45 દર્દીઓના મોત નિપજ્યા હતા .

ગઇકાલે 32 પૈકી 4 મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યું હતું.

શહેર અને જીલ્લામાં સરકારી - ખાનગી હોસ્પિટલમાં 128 બેડ ખાલી છે . નોંધનીય છે કે છેલ્લા અઠવાડિયાથી રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણનો આંકડો 400 ને પાર કરી ગયો છે ત્યારે શહેર - જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગ વધાર્યું છે . કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે . જેથી સંક્રમણને કાબુમાં લઇ શકાય . 

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં કોવિલ હોસ્પિટલમાં 32 દર્દીઓના મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે .

અત્રે નોંધનીય છે કે, ગત 15 નવેમ્બર 2020નાં શહેર-જીલ્લામાં સૌથી વધુ 39 મૃત્યુ નોંધાયા હતા.

(1:40 pm IST)