રાજકોટ
News of Thursday, 11th April 2019

રેલનગર અવધ પાર્કમાં સમાજના પૈસા બાબતે વૃધ્ધ દંપતિ અને તેના પુત્ર પર છ શખ્સોનો હુમલો

લક્ષ્મણભાઇ ઝાલાની ફરિયાદઃ સમાજના ૮ હજાર આપી દયો કહેતા ડખ્ખોઃ અશ્વીન વાણીયા, રવી, જયશ્રીબેન કિંજલ, પાર્વતી મનોજ સામે ગુનો

રાજકોટ, તા.૧૧: રેલનગર અવધપાર્કમાં રહેતા વાલ્મીકી વૃધ્ધ દંપતી અને તેના પુત્ર પર સમાજના પૈસા બાબતે છ શખ્સોએ લોખંડના પાઇપ વડે માર મારતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રેલનગરમાં અવધ પાર્ક શેરી નં.૨ની સામે પોપટપરામાં રહેતા લક્ષ્મણભાઇ કેશુભાઇ ઝાલા (ઉ.વ.૬૦) એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે, અગિયાર દિવસ પહેલા પોતે ઘર પાસે બેઠા હતા ત્યારે અવધપાર્ક-રમાં રહેતો અશ્વીન કિશોરભાઇ વાણીયા તથા તેનો ભાઇ રવિ અને તેના પાડોશી મનોજભાઇ તથા રૂપેશ ઘર પાસે આવી અમારા સમાજના રૂપિયા ૮ હજાર પોતાની પાસે હોઇ જે રૂપિયા બાબતે અશ્વીન વાણીયાનો પરિવાર આવી જેમ તેમ બોલી ઝઘડો કરી ગાળો આપવા લાગતા જેથી પોતે તેના પરિવારજનોને કહેલ કે 'આપણા સમાજના પૈસા છે જે હું આ સોસાયટીનો પ્રમુખ છું' અને હાલમાં આપણા સમાજની મીટીંગ રાખેલ છે. તેમ કહેતા અશ્વીને 'રૂપિયા મને આપી દયો' પરંતુ સમાજે મને અશ્વીનને રૂપિયા આપવાની ના પાડેલ જેથી આ રૂપિયા પોતે અશ્વીનને આપ્યા ન હતા. જે બાબતે અશ્વીન તેનો ભાઇ રવિએ ગાળો આપી લોખંડના પાઇપ વડે માર મારી માથા તથા ખંભાના ભાગે તથા પુત્ર નિતેશને માથાના ભાગે ઇજા કરી હતી. દેકારો બોલતા અશ્વીનની માતા તથા તેની પત્ની, તેનો ભાઇ રવીની પત્ની કિંજલ સહિતે પાઇપ વડે હુમલો કર્યો હતો ત્યારબાદ લક્ષ્મણભાઇ અને તેના પુત્ર નિતેષને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે પ્રનગર પોલીસે લક્ષ્મણભાઇની ફરિયાદ દાખલ કરી પી.એસ.આઇ. એમ.બી. ગોસ્વામીએ તપાસ આદરી છે.

(3:56 pm IST)