કોંગ્રેસ હજુ ઉંઘમાં, ભાજપની ટીમ દોડે છે
રાજકોટઃ જેમ- જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ ચૂંટણીના પ્રસાર પ્રચારની કામગીરી ભાજપ દ્વારા પૂરપાટ ગતિએ ચાલી રહી છે. રાજકોટ ૭૧ વિધાનસભામાં વોર્ડ નંબર ૧૧માં ન્યુ રાજદીપ સોસાયટી, ન્યુ ગાંધી સોસાયટી, ડ્રીમલેન્ડ એપાર્ટમેન્ટ, વોર્ડ નંબર ૧૨માં ગિરનાર સોસાયટી, ગીતાજંલી સોસાયટી, વોર્ડ નંબર ૧૮માં ગુજરાત હાઉસિંગ બોર્ડ, સુ- મંગલમ પાર્ક, સ્વાતી પાર્ક, શ્રમજીવી સોસાયટી, વિરાણી રેસીડેન્સી, ગુજરાત હાઉસિંગ બોર્ડ- રેલવે સ્ટેશનમાં લોકોનો જનસંપર્ક કરવામાં આવ્યો હતો. મતદાતાઓને શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવારશ્રી મોહનભાઈ કુંડારીયાને વિજયી બનાવવા અપીલ કરી હતી. આ લોકસંપર્કમાં રાજકોટ લોકસભાના ઈન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરી તેમજ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીના માર્ગદર્શન હેઠળ ભાનુબેન બાબરીયા, લાખાભાઈ સાગઠીયા, રાજુભાઈ બોરીચા, છાયાબેન, વીણાબેન, જયેશભાઈ, મહારાજ સહિતના આગેવાનો જોડાયા હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.