રાજકોટ
News of Wednesday, 11th April 2018

વોર્ડ નં.૮ માં રસ્તા ભુગર્ભગટર, ગાર્ડન સહિતના પ્રશ્નોનો ઘોઘ

સમન્વય ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા મુનિ.કમિશ્નર બંછા નિધી પાનીને રજુઆત

રાજકોટ, તા.૧૧: શહેરના વોર્ડ નં.૮માં વિવિધ વિસ્તારોમાં પેવિંગ બ્લોક, ડામર તથા ગાર્ડનોમાં સી.સી. કેમેરા-સિકયુરીટી ગાર્ડ મુકવા, ભગર્ભગટર સહિતના પ્રશ્નો તાત્કાલિક યોગ્ય કરવા સમન્વય ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ કાંતીભાઇ ભુત દ્વારા મુનિ.કમિશ્નર બંછાનિધી પાનીને  પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.ઙ્ગ

આ અંગે સમન્વય ફાઉન્ડેશ ટ્રસ્ટ દ્વારા પાઠવામાં આવેલ પત્રમાં જણાવ્યું હતું કે શહેરના વોર્ડ નં.૮માં આવેલી ચૈતન્ય બંગલોઝ, ન્યુ કોલેજવાડી, ગુરૂદેવ પાર્ક, પંચવટી પાર્ક, એસ્ટ્રોન સોસાયટી, અમૃતા પાર્ક, મયુરનગર, ભકિત ધામ, ગુલાબ વાટીકા શેરી નં.૧-અ, ગોવર્ધન સોસાયટી, નર્મદા પાર્ક, તેમજ ન્યુ મારૂતિ પાર્ક વિગેરે સોસાયટીઓમાં છેલ્લા કેટલાક વર્ષોથી માત્ર રોડ પર થીંગડા(પેચવર્ક) જ મારવામાં આવે છે. આ સોસાયટીઓમાં સંપુર્ણ પણે પેવર(ડામર) કામ કરી આપવા વિનંતી કરવામાં આવે છે. ઉપરાંત ગુલાબ વિહાર સોસાયરી, એ.પી. પાર્ક, સાકેત પાર્ક, પ્રદ્યુમન પાર્ક, ન્યુ કોલેજ વાડી, નવ જયોત પાર્ક, શ્રી કોલોની, પર્ણકુટીર સોસાયટી, વિગેરેમાં રોડની સાઇડમાં પેવિંગ બ્લોક નાખવા રજુઆત કરવામાં આવી છે.

કાલાવડ રોડ અને નાનામૌવા રોડને જાડતા સત્યસાંઇ માર્ગ અને અમરનાથ ગાર્ડન વાળો રસ્તો તેમજ બીગ બજાર મારૂતિ ચોક વાળો રસ્તો તેમજ એસ્ટ્રોન સોસાયટી પાસે આવેલ ભોજનરામ માર્ગ વિગેરે રસ્તાઓ પર આવેલ ગટર અને રસ્તાઓ પર આવેલ ગટર અને પાણીની કુંડીઓના ઢાંકણા રોડ લેવલ કરવા તેમજ રોડની બન્ને સાઇડલમાં પેવિંગ બ્લોક અથવા આર.સી.સી. દ્વારા રસ્તાઓ પાકા કરી આપવા રજુઆત કરવામાં આવે છે. ઉપરાંત ચોમાસાના પાણીના નીકાલ માટેની પાઇપલાઇન તેમજ તેના પર આવેલા  મેનોલ અને કુંડીઓ સાફ કરી અને ટુટેલી તેમજ વળેલી જાળીઓ બદલાવવા જણાવાયું છ

રાજકોટના શાંત અને રમણીય આ વોર્ડમાં આવેલ ગાર્ડનોમાં થતી અસમાજીક પ્રવૃતીઓને કાબુમાં લાવવા અને બાળકો તેમજ મહિલાઓની સલામતી જળવાય રહે તે માટે ગાર્ડનોમાં સી.સી. ટીવી કેમેરા અને સિકયોરીટી ગાર્ડની ખાસ જરૂરીયાત હોય તાત્કાલીક અસરથી મુકવામાં આવે તેવી રજુઆત સમન્વય ફાઉન્ડેશનના પ્રમુખ કાંતીલાલ ભુત દ્વારા કરવામાં આપી છે.

(4:01 pm IST)