રાજકોટ
News of Monday, 11th February 2019

રાજકોટમાં લોધેશ્‍વર સોસાયટીમાંથી તીન પતીનો જુગાર રમતા બે શખ્શોને ઝડપી લેતી માલવીયાનગર પોલીસ

રાજકોટ : શહેરના લોધેશ્વર સોસાયટીમાં તીન પતીનો જુઅગર રમતા બે શખ્સોને માલવિયા પોલીસે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 પોલીસ કમીશનર મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમીશનર સિધ્‍ધાર્થ ખત્રીની સુચના તેમજ નાયબ પો. કમીશનર ઝોન-ર મનોહરસિંહ જાડેજા તથા મદદનીશ પો. કમી. દક્ષિણી વિભાગ ગેડમનાઅે દારૂ જુગારની પ્રવૃતિ નેસ્‍ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે અંગે પેટ્રોલિંગમાં હતા

  દરમિયાન પો. કોન્‍સ. ભાવેશ ગઢવી તથા હરપાલસિંહ જાડેજાની સંયુકત બાતમી આધારે લોધેશ્‍વર સોસાયટી શેરી નં. ૪માં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા જુુગરીઓ ઉપર રેઇડ કરી તીનપતીજો જુગાર રમના કાળુભાઇ છોટભાઇ ભરદ્વાર (ઉ.વ.૪૬) રહે. લોધેશ્‍વર સોસાયટી શેરી નં. ૩ તથા કમલેશભાઇ નાનજીભાઇ ઝરીયા (ઉ.વ.૩ર) રહે. લોધેશ્‍વર સોસાયટી શેરી નં. ૭ રાજકોટનાં ને રોકડ રૂપિયા ૧૦,૧૮૦ તથા જુગારના સાધનો સાથે ઝડપી લીધા છે.

આ કામગીરી પો. ઇન્‍સ. અેન. અેન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પો. સબ. ઇન્‍સ. આર. અે. જાડેજા તથા પો. હેડ. કોન્‍સ. રાહીદભાઇ સમા તથા પો. કોન્‍સ. ભાવેશભાઇ ગઢવી  તથા હરપાલસિંહ જાડેજા તથા મયુરસિંહ જાડેજા તથા કુલદીપસિંહ જાડેજા તથા ભાવિનભાઇ ગઢવી તથા જયદીપસિંહ જાડેજા તથા દિલીપસિંહ  જાદવ મા.નગર પો. સ્‍ટેશન રાજકોટ શહેર દ્વારા આ કાર્યવાહી કરાઇ હતી.

(12:31 am IST)