રાજકોટ
News of Monday, 11th February 2019

રાજકોટમાં કનૈયાકુમારની સભા સામે વિરોધ વંટોળ

કનૈયાએ રાષ્ટ્રવિરોધી નારા લગાવ્યા છેઃ કલેકટરને ૩ થી ૪ સંગઠનો દ્વારા આવેદન

રાજકોટ, તા., ૧૫: રાષ્ટ્રવાદી પ્રખર  સંગઠન, ગૌરક્ષાદળ, યાદવ મહાસભા વિગેરેએ કલેકટરને આવેદન પાઠવી આગામી ૧૩ ફેબ્રુઆરીની સંવિધાન બચાઓ સભા બાબત અંગે રજુઆત કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતું કે આગામી દિવસોમાં રાજકોટ શહેરમાં સંવિધાન બચાવોના ઓઠા હેઠળ અમુક જુથ દ્વારા હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી અને કનૈયાની સભા અથવા રેલી થવાની છે. રાજકોટના રાષ્ટ્રપ્રેમી નાગરીકો દ્વારા આપને વિનંતી છે કે આ ત્રણે લોકોમાંથી એક નામ કનૈયાકુમાર જે રાષ્ટ્ર વિરોધી નારા લગાવવા બાબતે વિવાદોમાં છે. આ બાબતે રાષ્ટ્રવાદી એ આયોજકોને ફોન દ્વારા વારંવાર વિનંતી પણ કરવામાં આવેલ છે. જેમની સભામાં જતા યુવાનો તથા સામાન્ય વર્ગને તેમની ભારતના સાર્વભૌમત્વ વિરોધી વાતોથી ગેરસમજ ફેલાઇ શકે તેમ હોય અને અમોને એવું લાગતું હોય આપને વિનંતી છે કે કનૈયાકુમારની સભા રાજકોટમાં ન થાય તે માટે તેમને મંજુરી ન આપી, શહેરના રાષ્ટ્રવાદી લોકોની લાગણી ના દુભાય તે માટે કાર્ય કરી અને દાખલો બેસાડો તેવી માંગણી છે. આપ પુરા જિલ્લાના કલેકટર છો, અને આપ તેમને રોકી પણ શકો તેમ છો એથી અમને ખુબ આશા છે.

(3:50 pm IST)