રાજકોટ
News of Monday, 11th February 2019

વોરા સોસાયટીમાંથી ચોરાઉ બાઇક સાથે મનોજ ચૌહાણ પકડાયો

રાજકોટ, તા., ૧૧: જામનગર રોડ પર વોરા સોસાયટી પાસેથી ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે ખવાસ શખ્સને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો છે.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી તથા એસીપી જયદીપસિંહ સરવૈયાની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ મહાવીરસિંહ જાડેજા, હેડ કોન્સ. હરદેવસિંહ, ફીરોઝભાઇ, પ્રતાપસિંહ, યોગેન્દ્રસિંહ, સોકતભાઇ, અમીતભાઇ તથા યોગીરાજસિંહ સહીત પેટ્રોલીંગમાં હતા ત્યારે પીએસઆઇ મહાવીરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જામનગર રોડ વોરા સોસાયટી પાસેથી મનોજ ચુનીભાઇ ચૌહાણ (ઉ.વ.પ૧) (રહે. કૃષ્ણનગર શેરી નં. ૬, વોરા સોસાયટી પાછળ જામનગર રોડ)ને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો. પોલીસે તેની પુછપરછ કરતા પોતે મોટી ખાવડી ગામ ખાતે ઓટો ગ્લાસની કેબીન

રાખી વ્યવસાય કરે છે તેણે દોઢ વર્ષ પહેલા પડાણા ગામના પાટીયા પાસેથી બાઇક ચોર્યાની કબુલાત આપી હતી. (૪.૧૨)

(3:41 pm IST)