રાજકોટ
News of Monday, 11th February 2019

સ્ટેન્ડીંગ કમીટીએ બજેટમાં કરેલા ૧૦૯.૬૮ કરોડનાં સુધારા-વધારા

રાજકોટઃ. મ્યુ. કોર્પોરેશનનાં વર્ષ ૨૦૧૯-૨૦ના કમિશ્નરે રજૂ કરેલા ૨૦૫૭.૨૦ કરોડના બજેટમાં સ્ટેન્ડીંગ કમિટીએ ૧૦૯.૬૮ કરોડનાં સુધારા વધારા કરીને ૨૧૨૬.૧૦ કરોડનું બજેટ મંજુર કર્યુ છે. આ ૧૦૯.૬૮ કરોડના સુધારા વધારા શેમા કર્યા ? તે અંગે આંકડાકીય વિગતો રજૂ કરતા ચેરમેન ઉદય કાનગડે જણાવ્યુ હતું કે, બજેટમાં સરકારની ગ્રાન્ટની જોગવાઈમાં ૭૫ કરોડ, જમીન વેચાણનાં લક્ષ્યાંકમાં ૮ કરોડનો વધારો અને એફ.એસ.આઈ. વેચાણનાં લક્ષ્યાંકમાં ૧૭ કરોડ તથા અલગ અલગ ખર્ચમાં ૧૦ કરોડની બચતની જોગવાઈઓ આવક બાજુએ કરાઈ છે અને ૪૧ કરોડનો કરબોજો કાઢી નાખી સામે ૬૮.૬૮ કરોડનો કદ વધારો કરી કુલ ૧૦૯.૬૮ કરોડનાં સુધારા-વધારા સાથે બજેટ મંજુર કરાયુ છે.

(3:29 pm IST)