રાજકોટ
News of Monday, 11th January 2021

કરિયાણાના માલિકે પોતાની પત્નીને દેહ વેપારમાં ધકેલી

દુકાનના માલિકે મંદીમાં કુટણખાનું શરૂ કર્યું : ચાર સભ્યોના પરિવાર પર ભારે આર્થિક સંકટ આવ્યું

રાજકોટ,તા.૧૧ : કોરોનાના કારણે જાહેર કરવામાં આવેલા લોકડાઉનના કારણે વેપાર-ધંધો કરતા લોકોને ભારે ફટકો પડ્યો હવે તેમાંથી બહાર આવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કેટલાક લોકોએ નોકરી અને ધંધા ગુમાવ્યા બાદ નવી શરુઆત સાથે બેઠા થવાના પ્રયાસ કરી રહ્યા છે. આવામાં ઘણાં કિસ્સામાં લોકો ઝડપથી રુપિયા મેળવવા માટે ખોટા કામ કરી રહ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે. આવો એક કિસ્સો રાજકોટનો છે કે જેમાં કરિયાણાની દુકાન ના ચાલતા યુવકે પોતાની પત્ની સાથે મળીને દેહવેપારનો ધંધો શરુ કરી દીધો. કિસ્સો ત્યારે સામે આવ્યો કે જ્યારે રાજકોટ પોલીસને બાતમી મળી કે કંઈક ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. પોલીસે ૩૩ વર્ષના યુવક બિમલ કુમાર (નામ બદલ્યું છે.) સામે કાર્યવાહી કરીને જાન્યુઆરીએ તેની ધરપકડ કરી છે.

રાજકોટના -ડિવિઝનના પોલીસ સ્ટેશનના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બિમલ કરિયાણાની દુકાન ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો પરંતુ ધંધો મંદો પડી જતા તેણે ગેરકાયદેસર કામ શરુ કર્યું. બિમલના પરિવારમાં સભ્યો છે, જેમાં તેની પત્ની અને બે બાળકોનો સમાવેશ થાય છે, બાળકોની ઉંમર - વર્ષની છે. -ડિવિઝનના પોલીસ ઈન્સ્પેક્ટર સીજી જોશીએ જણાવ્યું કે, બિમલ કુમાર રાજકોટમાં કુટણખાનું ચલાવી રહ્યો છે.' તે શહેરમાં ગ્રાહકો શોધીને કુટણખાનું ચલાવી રહ્યો હતો. તે સુંદર છોકરી માટે ગ્રાહક જોઈતા હોવાનું કહીને વોટ્સએપ પર મેસેજ ફરતા કરતો હતો. પોલીસ આગળ જણાવે છે કે, જ્યારે ગ્રાહક મળી જાય તે રૂ બૂક કરવા માટે જણાવતો હતો. પછી તે મહિલાને લઈને ગ્રાહકને મળવા માટે જતો હતો.

તે મહિલાની ઓળખાણ પોતાની મિત્ર તરીકે ગ્રાહક સાથે કરાવ્યા પછી, રુપિાયની લેવડ-દેવડ વિશે વાત કરતો હતો. જેમાં તે ,૦૦૦ રુપિયાથી લઈને ૧૦,૦૦૦ની કિંમત નક્કી કરતો હતો. તે ગ્રાહકને એવું પણ કહેતો કે તે મહિલા સાથે રુપિયા વહેંચી લેશે. પોલીસને બિમલની કરતૂત વિશે માહિતી મળ્યા પછી પોલીસે ડમી ગ્રાહક ઉભો કર્યો, જેણે બિમલ કુમારનો જાન્યુઆરીએ સંપર્ક કર્યો. ડમી ગ્રાહક બિમલને તિલક હોટલમાં મળ્યો. અહીં ૧૦,૦૦૦ રુપિયા ચૂકવવાની વાત નક્કી થઈ. પણ બિમલ જેવો મહિલાને મૂકીને રુપિયા લઈને નીકળ્યો કે તરફ પોલીસે તેને ઝડપી લીધો. ઈન્સ્પેક્ટર જોશી જણાવે છે કે, બિમલ અને મહિલાએ પોતાનો કરિયાણાનો ધંધો મંદો પડ્યા બાદ છેલ્લા મહિનાથી ઘણાં લોકોને ગ્રાહક બનાવ્યા છે.

(8:57 pm IST)