રાજકોટ
News of Monday, 11th January 2021

વોર્ડ નં. ૧૩ માં ભાજપ પેજપ્રમુખોને કાર્ડ વિતરણ

પ્રદેશ ભાજપની યોજનાનુસાર પેજપ્રમુખ અને પેજ સમિતિની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. ત્‍યારે શહેરના વોર્ડ નં. ૧૩ ખાતે પેજ સમિતિના પ્રમુખોને આઇકાર્ડ વિતરણનો પ્રારંભ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની ઉપસ્‍થિતીમાં કરાવવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે ગુજરાત ફાઇનાન્‍સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ, શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રફુલભાઇ કાથરોટીયા, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, વોર્ડ પ્રભારી રાજુભાઇ બોરીચા, વોર્ડ નં. ૭ ના પ્રભારી સુરેન્‍દ્રસિંહ વાળા, વોર્ડ નં. ૧૧ ના પ્રભારી હસુભાઇ ચોવટીયા, પૂર્વ કોર્પોરેટરો જયાબેન ડાંગર, નિતીન રામાણી, હરીભાઇ ડાંગર, કાંતિભાઇ ઘેટીયા, વોર્ડ પ્રમુખ વિજય ટોળીયા, વોર્ડ મહામંત્રી કેતન વાછાણી, ધીરૂભાઇ તળાવીયા, ચુંટણી ઇન્‍ચાર્જ પ્રવિણભાઇ રાઠોડ વગેરે ઉપસ્‍થિત રહેલ.

(4:51 pm IST)