રાજકોટ
News of Monday, 11th January 2021

પેન્‍શન પુનઃ નિર્ધારણ ન થતા અધ્‍યાપક પેન્‍શનર્સ સમાજ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રીટ

રાજકોટ તા. ૧૧ :.. અધ્‍યાપક પેન્‍શનર્સ સમાજ રાજકોટ દ્વારા પેન્‍શન પુનઃ નિર્ધારણ કરવા અંગે વધુ એક રીટ ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરી છે.

અધ્‍યાપક પેન્‍શનર્સ સમાજ રાજકોટના કન્‍વનર્સ પ્રો. પી. સી. બારોટ, પ્રો. વી. યુ. રાયચુરાએ એક અખબારી યાદીમાં જણાવ્‍યું છે કે ૧-૧-૧૬ પહેલા નિવૃત થયેલા અધ્‍યાપકોનો સાતમા પગાર પંચ મુજબ પેન્‍શન પુનઃ નિર્ધારણ કરવા ગુજરાત હાઇકોર્ટનાં રીટ પીટીશન કરેલ. જેમાં રાજય  સરકાર સામે સુપ્રીમ કોર્ટમાં જીત મેળવી હતી. જેમા મુખ્‍ય રીટ પીટીશન અરજદાર પ્રો. પી. સી. બારોટ હતાં. પરંતુ તિજોરી વિભાગ સરકાર સુચનાની અવગણન કરે છે. અધ્‍યાપકોને પેન્‍શન પુનઃ નિધોરણનો લાભ આપ્‍યો નથી. અધ્‍યાપકોને હકથી વંચીત રાખવામાં આવ્‍યા છે.

આથી નારાજ થયેલા અધ્‍યાપકોએ ગુજરાત હાઇકોર્ટમાં વિદ્વાન એડવોકેટ ભાર્ગવ હસુરકર દ્વારા તા. ૮-૧-ર૧ ના રીટ પીટીશન દાખલ કરવામાં આવી છે. જેમાં તિજોરી અધિકારીને પક્ષકાર તરીકે જોડવામાં આવ્‍યા છે. તેમ એક યાદીમાં પ્રો. પી. સી. બારોટ અને પ્રો. વી. સી. રાયચુરાએ જણાવ્‍યું છે.

(4:45 pm IST)