રાજકોટ
News of Monday, 11th January 2021

કાલાવડ રોડ ઉપર પૂ. જગદગુરૂ શંકરાચાર્યજીની પ્રતિમા મુદ્દે તાત્‍કાલીક નિવેડો લાવો

જસદણના પૂર્વ ધારાસભ્‍ય ભીખાભાઇ બાંભણીયાની કોર્પોરેશન તંત્રમાં રજૂઆત

રાજકોટ તા. ૧૧: જસદણના પૂર્વ ધારાસભ્‍ય અને રાજકોટ ડેરી તથા જસદણ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે કે, પ. પૂ. શ્રી જગદ્દગુરૂ શંકરાચાર્યની પ્રતિમા રાજકોટ ન. પા. વિસ્‍તારમાં જી. ટી. શેઠ વિદ્યાલયવાળા ચોક કાલાવડ રોડ ઉપર મૂકવા માટે સમાજ કલ્‍યાણ સમિતિના તા. પ-૯-ર૦૦૧ ના રોજ નકકી કરવામાં આવેલ. એડી. સીટી એન્‍જી (પ્રોજેકટ) તરફથી આ કામગીરી કરવા માટે તા. રર/૧૦/ર૦૦૩ ના પત્રથી પરવાનગી આપવામાં આવેલ પરંતુ કે.કે.વી. હોલ ચોક પાસે ટ્રાફિકની સમસ્‍યા થવાથી અન્‍ય જગ્‍યા પસંદ કરવાનું નકકી થયેલ પરંતુ ત્‍યારબાદ કોઇ કાર્યવાહી થયેલ નહીં મેં તા. ૧૩-૧-ર૦૧૪ના રોજ લેખિત પત્રથી (૧) શિવ શકિત કોલોની સ્‍કૂલ ખાતે પ્રતિમા મુકવા અરજી કરી છે.

ભીખાભાઇ બાંભણીયાએ વધુમાં જણાવ્‍યું છે કે, યુનિવર્સિટી રોડ પર શિવશકિત સ્‍કૂલ નં. ૯૩ પાસેના ત્રિકોણીયા પ્‍લોટમાં પ્રતિમા મૂકવા માટે મંજુર કરવામાં આવેલ હોવા છતાં મ્‍યુ. કોર્પો. તરફથી કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નહીં. તા. ર૭-૬-ર૦૧૯ના રોજ સમસ્‍ત દશનામી ગોસ્‍વામી સમાજ રાજકોટના આગેવાનોએ રૂબરૂ મળી લેખિતમાં રજુઆત કરવામાં આવેલ તેને ધ્‍યાને લેવામાં આવેલ નથી.

ર૦૧૯/ર૦ ના વરસ દરમ્‍યાન અનેક વખત મેયર બિનાબેન તથા નિતીનભાઇ ભારદ્વાજને રૂબરૂ મળી આ બાબતે યોગ્‍ય કાર્યવાહી કરવા જણાવેલ પરંતુ કોઇ નિરાકરણ કે નિવેડો આવેલ નહીં.

આ જગદ્દગુરુ શંકરાચાર્યજીની પ્રતિમા મુકવા માટે મ્‍યુ. કોર્પો. કોઇ ખર્ચ કરવાનો રહેતો નથી. પ્રતિમાનું તેમજ બાંધકામનું ખર્ચ સંસ્‍થાઓ મારફત કરવામાં આવનાર છે. ભવિષ્‍યમાં આ પ્રતિમાને અન્‍ય જગ્‍યાએ ખસેડવાની જરૂર પડશે તો કોઇપણ પ્રકારનો વિવાદ કરવામાં નહિં આવે એવી ખાત્રી આપવામાં આવતી હોવા છતાં ર૦૦૧ થી આજ સુધીમાં આ પ્રશ્‍નનો ઉકેલ લાવવામાં મ્‍યુ. કોર્પો. વહીવટી તંત્રે બેદરકારી કરી છે. તેમ અંતમાં ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે.

(4:42 pm IST)