રાજકોટ
News of Monday, 11th January 2021

દબાણ શાખાનો સપાટોઃ પુષ્‍કરધામની શકિત-ટી સ્‍ટોલ -કાલાવડ રોડની નકળંગ ટી સ્‍ટોલ સીલ

શહેરના વિવિધ વિસ્‍તારમાંથી ૧૮૭ રેકડી, કેબીન, પરચુરણ માલસામાનના દબાણો હટાવાયાઃ પ૧૦ કિલો શાકભાજી-જપ્તઃ રૂા.ર.૪૭ લાખનો વહીવટી ચાર્જ વસુલાયો

રાજકોટ તા. ૧૧ : મ્‍યુ.કોર્પોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા ગત સપ્તાહે સ્‍વચ્‍છતા અને સોશ્‍યિલ ડીસ્‍ટન્‍સનો ભંગ બદલ પુષ્‍કરધામની શકિત ટી સ્‍ટોલ ૧૦દિ' અને કાલાવડ રોડની નકળંગ ટી સ્‍ટોલ અન્‍ヘીત સમય માટે સીલ કરવામાં આવી છે. જયારે શહેરના વિવિધ વિસ્‍તારમાંની ૧૮૭ રેકડી, કેબીન તથા પરચુરણ માલસામાન જપ્‍ત કરી દબાણો હટાવવામાં આવ્‍યા હતા આ ઉપરાંત રૂા.ર.૪૭ લાખનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્‍યો હતો.

આ અંગે મ્‍યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ દબાણ હટાવ શાખાની તા.૩ થી૧૦ સધીની કામગીરીની વિગતના મુજબ છ.ે જેમાં રેકડી/કેબીન ૬૦ કાલાવડ અન્‍ડર બ્રીજ પાસે ધરાર માર્કેટ રોડ, પુષ્‍કરધામ રોડ, ગોપાલ ચોક,  એસ.કે.ચોક, રામાપીર ચોકડી રૈયા, રોડ, સત્‍ય સાઇ રોડ, જયુબલી માર્કેટ વિરાણી સ્‍કુલ પરચુરણ માલસામાન ૧ર૭ સિનીયર સીટીઝન પાર્ક પાસે કાલાવડ રોડ, નાના મૌવા મેઇન રોડ, હનુમાન મઢી તથા શાકભાજી/ફળ- પ૧૦ કિલો જયુબેલી શાક માર્કેટ, જંકશન રોડ, પુષ્‍કરધામ મેઇન રોડ પરના જપ્ત કરવામાં આવ્‍યા હતા. શકિત ટી સ્‍ટલ પુષ્‍કરધામ રોડ ૧૦ દિવસ માટે તથા નકળંગ ટી સ્‍ટોલ કાલાવડ રોડ અન્‍ચ્‍ચીત સમય માટે સીલ કરેલ.

આ ઉપરોકત સપ્તાહમાં માલસામાનના રૂા. ૮ હજાર, મંડળ ચાર્જ રૂ.ર.૧૬ લાખ તથા વહીવટી ચાર્જ રૂા. ર૩,પ૦૦ વસુલવામાં આવ્‍યો હતો.

 

(4:40 pm IST)