રાજકોટ
News of Monday, 11th January 2021

કિસાન સૂર્યોદય યોજનાથી ખેતી ક્ષેત્રે સુખના કિરણોઃ સરધાર પંથકના પ ગામોનો સમાવેશ

રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ દ્વારા આવકાર : બાડપર, મકનપર, હોડથલી, ઉમરાળી, હરિપરમાં દિવસે ખેતીની વીજળીઃ નિલેષ વિરાણી

રાજકોટ તાલુકાના ૩ર સહિત જિલ્લાના કુલ ૯ર ગામોનો સમાવેશઃ તબકકાવાર તમામ ગામોને આવરી લેવામાં આવશેઃ ખેતી ક્ષેત્રે વીજ ક્રાંતિના મંડાણઃ ખેડૂતો ખુશખુશાલ

રાજકોટ તા. ૧૧: જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નિલેષ વિરાણીએ સરકારની કિશાન સૂર્યોદય યોજનાના અમલ માટે સરકારને અભિનંદન પાઠવ્યા છે. ત તેમણે જણાવેલ કે આ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતી માટે રાતના બદલે દિવસે વીજળી મળી રહેશે.

નિલેષ વિરાણી જણાવે છે કે આ યોજનામાં રાજકોટ તાલુકાના ૩ર સહિત જિલ્લાના ૯ર ગામોનો સમાવેશ થયો છે. જેમાં બાડપર, મકનપર, હોડથલી, ઉમરાળી અને હરિપર સરધાર પંથકના છે. કૃષિ મંતરી આર. સી. ફળદુ અને સાંસદ મોહનભાઇ કુંડારિયાના હસ્તે નવી સુવિધાનું લોકાર્પણ થયું છે. તબક્કાવાર બધા ગામોને આવરી લેવામાં આવશે. કિસાન સુર્યોદય યોજના ખેડૂતો માટે વીજ ક્રાંતિ લાવનારી છે, ખેડૂતોને દિવસે વીજળી મળવાથી રાત્રે ખેતરમાં પડતી મુશ્કેલીનો અંત આવશે. ખેડૂતો માટે દિવસે વીજળી અને રાત્રે અમલીકરણ માટે જરૂરી નવી વીજ લાઇનોનું માળખું સુદ્રઢ કરવામાં આવી રહ્યું છે.

(4:02 pm IST)