રાજકોટ
News of Monday, 11th January 2021

ડીસેમ્‍બર માસમાં જુદી -જુદી એપ્‍લીકેશનમાં શ્રેષ્‍ઠ કામગીરી બદલ ૨૦ પોલીસ કર્મીનું ‘કોય ઓફ ધ મંથ'થી સન્‍માન

રાજકોટ,તા. ૯: રાજકોટ શહેર પોલીસ દ્વારા પોલીસની કામગીરીનું માસીક સરવૈયુ તૈયાર કરવામાં આવે છે. ગત માસમાં જુદી -જુદી એપ્‍લીકેશનમાં કરેલી શ્રેષ્‍ઠ કામગીરી અંગે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જોઇન્‍ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા, તથા તમામ એસીપી તમામ પોલીસ મથક તથા બ્રાંચના પીઆઇ સાથે એક કોન્‍ફરન્‍સનું આયોજન કરવામાં આવ્‍યુંહતું. જેમાં ગત ડિસેમ્‍બર મહિનામાં શ્રેષ્‍ઠ કામગીરી કરવા બદલ પોલીસ કંટ્રોલ રૂમના એએસઆઇ વિજયભાઇ સોઢા, કુવાડવા પોલીસ મથકના એએસઆઇ નિરવભાઇ વાણીયા, પાસપોર્ટ શાખાના એએસઆઇ વજશીભાઇ મકવાણા, સાયબર ક્રાઇમ શાખાના એ.એસ.આઇ દયાબેન, તથા હેડ કોન્‍સ્‍ટેબલ વિજયગીરી, ખાસ શાખાના વિજયભાઇ તાલુકા પોલીસ મથકના ક્રાઇમ બ્રાંચના પ્રતાપસિંહ ઝાલા, અરજી શાખાના હિતેન્‍દ્રસિંહ રીડર શાખાના રાજેશભાઇ લાઠીયા તથા એ ડીવીઝન પોલીસ મથકના કોન્‍સ. ઇતીશાબેન જોટંગીયા, બી ડીવીઝનના સંજયભાઇ મીયાત્રા, ભકિતનગરના નીતાબેન ચાવડા, આજીડેમ પોલીસ મથકના સ્‍મિતભાઇ વૈશ્‍નાણી, ટ્રાફીક શાખાના ઇન્‍દ્રજીતસિંહ, પ્રનગરના હરેશભાઇ, યુનિવર્સિટી પોલીસ મથકના મેહુલસિંહ, માલવીયાનગરના શ્રધ્‍ધાબેન, મહિલા પોલીસ મથકના કાજલબેન, હેડ કર્વાટરના લોકરક્ષક કિર્તીબેનને ‘કોપ ઓફ ધ મંથ'ના પ્રશંસા પત્ર એનાયત કરી સન્‍માનીત કરાયા હતા.

(4:00 pm IST)