રાજકોટ
News of Monday, 11th January 2021

માલિયાસણ ચોકડી પાસેથી રિક્ષામાં દારૂની ૬૦ બોટલ સાથે મોન્ટુ પકડાયો

કુવાડવાના અરવિંદભાઇ મકવાણા અને વિરદેવસિંહની બાતમી

રાજકોટ તા. ૧૧: તહેવાર ટાણે ફરીથી બુટલેગરો મેદાનમાં આવી ગયા છે. કુવાડવા રોડ પોલીસ મથકના હેડકોન્સ. અરવિંદભાઇ મકવાણા અને કોન્સ. વિરદેવસિંહ જાડેજાની બાતમી પરથી માલિયાણસ ચોકડી પાસે વોચ રાખી જીજે૦૩બીયુ-૯૭૪૭ નંબરની રિક્ષાને અટકાવી તલાસી લેવામાં આવતાં અંદરથી રૂ. ૩૦ હજારનો ૬૦ બોટલ દારૂ મળતાં તે તથા રિક્ષા, મોબાઇલ ફોન મળી રૂ. ૧,૦૫,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કરી રિક્ષા ચાલક આજીડેમ ચોકડી પાસે માનસરોવર પાર્ક-૨માં રહેતાં મેહુલ ઉર્ફ મોન્ટુ કિશોરભાઇ હિરાણી (ઉ.વ.૧૯)ને પકડી લેવાયો હતો.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલની સુચના અને પીઆઇ એમ. સી. વાળાની રાહબરીમાં પીએસઆઇ પી. જી. રોહડીયા, એએસઆઇ હિતુભા એમ. ઝાલા, હેડકોન્સ. અરવિંદભાઇ મકવાણા, જયંતિભાઇ એસ. ગોહિલ, કિશોરભાઇ પરમાર, કોન્સ. વિરદેવસિંહ જાડેજા, મુકેશભાઇ સબાડ, દેવેન્દ્રસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી.

(4:00 pm IST)