રાજકોટ
News of Monday, 11th January 2021

રાજકોટ જીલ્લામાં ૯પ૦ કેન્‍દ્રો ઉપર રસી અપાશેઃ ૪૬૪ બેરેમીનેટર ૭૮ કોલ્‍ડ ચેઇન પોઇન્‍ટઃ ૧૬મીથી શરૂ થવા અંગે ધમધમાટ

જીલ્લામાં પ૦ થી ઉપરના ૩ લાખ ૪ર હજાર લોકોઃ બીમારી હોય તેવા ૪ર૦૪-૧૮૦૦ ટ્રેઇની સ્‍ટાફ : કુલ પ૧૭ ખાનગી-ગર્વમેન્‍ટ કેન્‍દ્રોઃ ૮૪૦૦ હેલ્‍થ વર્કરો-ડોકટરો-નર્સને પ્રથમ તબકકામાં આવરી લેવાશે

રાજકોટ તા. ૧૧: રાજકોટ જીલ્લા કલેકટર તંત્ર-જીલ્લા પંચાયત તંત્રે જીલ્લામાં વેકેસીન દેવા અંગે તમામ તૈયારીઓ કરી લીધી છે, સંભવત ૧૬મીથી શરૂ થવા અંગે ધમધમાટ શરૂ થયાનું અધીકારી સુત્રો ઉમેરી રહ્યા છે.

દરમિયાન એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ ‘‘અકિલા''ને જણાવ્‍યું હતું કે, રાજકોટ જીલ્લામાં કુલ ૯પ૦ કેન્‍દ્રો કોરોના સામેની વેકેસીન અંગે ફાઇનલ કરાયા છે, ૪૬૪ વેકસીનેટરો ઉપરાંત, ૧૬૧ સુપરવાઇઝરો તથા ૧રપ૦ જેટલા આંગણવાડી-આશાવર્કર સહિત કુલ ૧૮૦૦નો ટ્રેઇની સ્‍ટાફ તૈયાર રખાયો છે.

તેમણે જણાવેલ કે, વેકેસીન માટે ૭૮ કોલ્‍ડ ચેઇન પોઇન્‍ટ બનાવાયા છે, ૯પ૦ સાઇટ છે, ત્‍ન્‍ભ્‍  પ્રકારના ૮૪ તો  ઝજ્‍ પ્રકારના ૭૯ ફ્રીજમાં વેકેસીન રખાશે.

ટોટલ પ્રાઇવેટ હેલ્‍થ ફેસેલીટી ૪ર૭ સ્‍થળોએ તથા સરકારી ૯૦ સ્‍થળોએ રહેશે, ખાનગી હોસ્‍પીટલના ડોકટરો-નર્સ સહિત કુલ ર૦૯૦ ને તથા સરકારીમાં ૬ર૮૦ લોકોને પ્રથમ તબકકામાં વેકેસીન અપાશે.

શ્રી પંડયાએ જણાવેલ કે જીલ્લામાં થયેલ સર્વે મુજબ પ૦ થી ઉપરના ૩ લાખ ૪ર હજાર ર૦૯, પ૦ થી નીચેના અને તે લોકોને ડાયાબીટીસ કે અન્‍ય કોઇ બીમારી હોય તેવા ૪ર૦૪, અને જેમની પાસે આઇ.ડી. કાર્ડનથી તેવા ૧૯૦૯૪ લોકોનો સર્વે પૂર્ણ કરી લેવાયો છે.

(3:58 pm IST)