રાજકોટ
News of Monday, 11th January 2021

ખુનના ગુનામાં પકડાયેલ આરોપીની માનવતાની વચગાળાની જામીન અરજી રદ

રાજકોટ તા. ૧૧: ખુનના ગુન્હાના આરોપીની માનવતાના ધોરણે જામીન ઉપર છુટવાની જામીન અરજી અદાલતે રદ કરી હતી.

ગત તા. પ-પ-૧૪ના રોજ લુણીધાર રેલ્વે સ્ટેશન પાસે રેલ્વે ટ્રેક ઉપરથી લાશ મળી આવેલ અને તે લાશ આરોપીએ છરીના ઘા મારી ખૂન કરી અને હત્યાનો ગુન્હો અકસ્માતમાં ખપાવી દેવા લાશને રેલ્વે ટ્રેક ઉપર મુકી નાસી ગયેલ તે ગુન્હામાં પોલીસે આરોપી વિપુલ ઉર્ફે વિપલો લાભુભાઇ મેતા તથા અન્ય આરોપીઓની ધરપકડ કરેલ અને જેલ હવાલે કરેલ.

જેલ હવાલે રહેલ આરોપી વિપુલ ઉર્ફે વિપલાએ જેલમાંથી માનવતાના ધોરણે તેમના ઘરની આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા દિવસ ૪પ ના કામ ચલાઉ જામીન મળવા અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલે તે અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે આરોપીએ બેરહમીથી અનિરૂધ્ધ ઉર્ફે કડાકો કરણભાઇ સોનારાની હત્યા નિપજાવેલ છે અને આ પહેલા પણ અનેક વાર જામીન અરજી કરેલ છે. જે કોર્ટે રદ કરેલ છે.

 આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(3:58 pm IST)