રાજકોટ
News of Monday, 11th January 2021

આંબેડકરનગરમાં દારૂની ૧૮ બોટલ સાથે પ્રકાશ ઉર્ફે મયલો પકડાયો

રાજકોટ,તા. ૧૧: ગોંડલ રોડ આંબડકર નગર મેઇન રોડ પરથી માલવીયાનગર પોલીસે બાતમીના આધારે દારૂની ૧૮ બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ માલવીયાનગર  પોલીસ મથકના પીઆઇ કે.એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ વી.કે. ઝાલા,  હેડ કોન્સ. મસરીભાઇ, યુવરાજભાઇ, દિગ્પાલસિંહ, ભાવેશભાઇ, હરપાલસિંહ, મહેશભાઇ, રોહીતભાઇ તથા હિતેષભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે કોન્સ. ભાવેશભાઇ તથા હરપાલસિંહને મળેલી બાતમીના આધારે ગોંડલ રોડ આંબેડકરનગર મેઇન રોડ પરથી રૂ. ૯૦૦૦ની કિંમતની દારૂની ૧૮ બોટલ સાથે કેતન ઉર્ફે મયલો પાલાભાઇ દાફડા (ઉવ. ૨૧) (રહે. આંબેડકરનગર શેરી નં. ૫ ગોંડલ રોડ)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:52 pm IST)