રાજકોટ
News of Monday, 11th January 2021

દરરોજ રાત્રે સૂતા પહેલા મીઠાના પાવડરનું બ્રશ કરજો, દાંત ટનાટન રહેશે

કોટક સ્કૂલની વિદ્યાર્થીનીઓ વૈશાખી મંકોડી - જાહન્વીનો સફળ પ્રયોગ : મીઠુ મિક્ષરમાં નાખીને તેનો બારીક પાવડર બનાવી લેવો : પાન, ફાકીથી કાળા પડી ગયેલા દાંત સફેદ અને ચમકીલા બની જશે : દાતણ પણ કરવું જોઇએ

આપણા દાંત સફેદ,દાડમની કળી જેવા અને મજબૂત હોય તો કેવી મજા પડી જાય પરંતુ હાલના સમયમાં દાંતના દુખાવા અને તેને લગતી સમસ્યાઓ ખૂબ જ વધતી જાય છે.એટલે જ શેરીએ અને ગલીયે ડેન્ટલ કિલનિકો વધતા જાય છે. દાંતને લગતી સમસ્યાઓ વારસાગત હોઈ શકે છે. તેમ છતાં જો નાની ઉમરથી જ દાંતની કાળજી  રાખવામાં આવે તો દાંતની તંદુરસ્તીને સારી એવી જાળવી શકાય છે. જેથી દાંતની મદદથી ખોરાકને સારી રીતે ચાવીને ખાઈ શકાય અને ચાવેલા ખોરાકને પચાવવા માટે પાચનતંત્રને પણ ઓછો પરીશ્રમ કરવો પડે પરીણામે સર્વે રોગના મુળ એવા કબજીયાત નું પ્રમાણ પણ દ્યટાડી શકાય.અને વટથી  મોટી  ઉમરે પણ શેરડી ના સાંઠાને  ફોલી શકાય

કોટક સ્કુલની છાત્રાઓએ નાની ઉમરથી જ દાંતની સંભાળ અને તેની સ્વચ્છતા દ્વારા તંદુરસ્તી કેવી રીતે જાળવી શકાય તેના માટે  સ્કૂલની અંદર એક પ્રોજેકટ હાથ ધરેલો હતો. છાત્રાઓ અને તેના પરીવાર ઉપર પ્રયોગ કરેલો હતો જેમાં ( મીઠું મિક્ષરમાં નાખીને તેનો બારીક પાવડર બનાવી લેવો)  બે ચમચી જેટલો મીઠાનો પાવડર હથેળીમાં લઈ તેમાં થોડું પાણી ઉમેર્યા બાદ આશરે એક મહિના સુધી દરરોજ રાત્રે સુતા પહેલા તેનું બ્રશ કરવાનું સૂચન કરવામા આવેલુ હતું (મીઠું એન્ટીસેપ્ટીક અને બેકટેરિયાનો નાશ કરનારૂ છે)

પ્રયોગને અંતે છાત્રાઓએ એવું તારણ કાઢેલું કે

(૧) બે દાંતના પોલાણમાં ભરાઈ ગયેલો અનાજનો કે પાન, ફાકી , માવાનો  કચરો દૂર થઈ જાય છે જેથી કરીને દાંત સડતા અટકે છે

(૨) આખી રાત દાંતમાં ભરાયેલો કચરો સડવાને કારણે મોઢામાંથી જે વાસ - દુર્ગંધ આવે છે તે દૂર થાય છે

(૩) દાંત પીળા પડી ગયા હોય કે પાન, ફાકી ,માવો ખાવાને કારણે કાળા પડી ગયા હોય તો સફેદ અને ચમકીલા બનવા લાગે છે.

(૪) કોઈપણ પ્રકારના વ્યસનને કારણે દાંત કે મોઢામાંથી વાસ આવતી હોય તો તેમાં દ્યણો ફેર પડે છે

(૫) સાંજે બ્રશ કરવામાં આવે છે ત્યારે આખી રાત મોઢુ ફ્રેશ રહે છે રાત્રે ઉંદ્ય પણ સારી આવે છે

(૬) સવારે ઉઠીએ છીએ ત્યારે આપણું મોઢું ફ્રેશ જ જોવા મળે છે

(૭) વાંચતી વખતે ખોટી ઊંઘ કે ખોટા બગાસા કે કંટાળો પણ આવતો નથી.

હાથ ધરેલા પ્રયોગોમાં છાત્રાઓએ પોતાના પપ્પા કે ભાઈ જો ફાકી, માવો કે પાન ખાતા હોય તો તેને વ્યસનમાંથી છોડાવવા માટે આગ્રહ કરેલો કે તમારી જીંદગી અમારા માટે બહુ જ કીમતી છે તેમ છતાં જો તમે વ્યસનને અટકાવી ન શકો તો તમારે રાત્રે સુતા પહેલા બ્રશ તો કરવું જ પડશે તેવો હઠાગ્રહ રાખેલો જેથી કરીને મોઢાના, દાંતના કે પેઢાના કેન્સરને શકય એટલું અટકાવી શકાય.

આ સંદેશો વાંચીને તમે લોકો પણ કોટક સ્કૂલની દીકરીઓની વાત સાંભળશો જ... એવો વિશ્વાસ છે.

આ ઉપરાંત જેવી રીતે કસરત દ્વારા શરીરની કાળજી રાખી શકાય છે તેવી જ રીતે સાંજે અને સવારે બ્રશ તો કરવાનું જ ઉપરાંત આખા દિવસમાં અનુકૂળ આવે તે સમયે એક વખત કોઈપણ ઔષધીય વનસ્પતિનું દાતણ કરવું તેવી પણ ભલામણ કરેલી ખાસ કરીને કરંજના દાતણ ને વિશેષ મહત્વ આપવું

રાજકોટના જાણીતા ડેન્ટલ સર્જન ડો. હિમાંશુ રામાણી (એસ્ટ્રોન ચોક પાસે, રાજકોટ) નો સંપર્ક કરીને તેની પાસેથી પણ પ્રાથમિક કક્ષાની ઉપયોગી માહિતી મેળવેલી

(૧) નાના બાળકો માટે આંગળીમાં પહેરી શકાય તેવું મેડિકલ સ્ટોરમાથી બ્રશ ખરીદીને તેનો ઉપયોગ કરવો હિતાવહ છે.

(૨) નાના બાળકોને રાત્રે મીઠું દૂધ પીવડાવવાને બદલે ખાંડ વગરનું સાદું દૂધ પીવડાવવાની ટેવ પાડવી જોઇએ.

(૩) દર છ માસ પછી બ્રસ બદલાવી જ નાખવું જરૂરી છે.

(૪) હાર્ડ બ્રસ વાપરવું નહીં દાતણ કે બ્રસની મદદથી દાંતને દ્યસી નાખવા નહીં (૫) દાંતનુ ઉપરનુ પડ 'ઈનેમલ' ઘસાઈ ન જાય તેની ખાસ કાળજી રાખવી

(૬) જમ્યા પછી તરત જ સાદુ પાણી લઈ ૫૦ સેકન્ડ સુધીના ચાર થી પાંચ કોગળા કરવા ખાસ કરીને ગળ્યા પદાર્થો ખાધા પછી બ્રશ કે કોગળા કરી જ નાખવા

આ પ્રોજેકટમાં (૧) મારૂ અનીતા (૨) ગોહિલ પ્રિયાન્શી (૩) મંકોડી વૈશાખી (૪) કોટેચા જાન્વી જોડાયેલી હતી.

 પ્રોજેકટના ગાઈડ વિજ્ઞાન શિક્ષક અશ્વિન ભુવાએ છાત્રાઓને જરૂરી માર્ગદર્શન પૂરુ પાડેલુ હતું.

જે મીત્રો એ આ પ્રયોગ કરેલો છે તેઓનો આપ સંપર્ક કરી શકો છો

(૧) પ્રદ્યુુમન ભાઈ શાહ મો : ૯૩૭૫૯૭૯૨૪૪

 વેદાંત ઉપર ખૂબ ઊંડાણપૂર્વકનું રિસર્ચનું કામ કરનાર,ખૂબજ સારા લેખક છે.દ્યણા બધા પુસ્તકો બહાર પાડેલા છે. તેઓ છેલ્લા ૨૦ વર્ષથી મીઠાના પાવડરનુ બ્રશ કરે છે. તેમના જણાવ્યા પ્રમાણે તેઓ અત્યારે પણ શેરડી સાંઠો ફોલીને, સિંગ જેવી કઠણ વસ્તુ પણ ખાઇ શકે છે. અને બીજાને પણ મીઠાના પાવડરના બ્રશની  ભલામણ કરે છે.

(૨) મિહિર ખંભાયતા મો : ૯૫૭૪૭૭૦૨૯૯

 તેઓ જણાવે છે કે તેમને પેઢા અને દાંત સડી જવાનો જે ભય હતો તે રાત્રે સુતા પહેલા મીઠાના પાવડરનું બ્રશ કરવાથી દૂર થઈ ગયો છે. ઉપરાંત તેમને ઠંડુ ખાવાથી જે તકલીફ પડતી હતી તે પણ દૂર થઈ ગઈ છે. તેના દાંત સફેદ અને ચમકીલા બનાવવા લાગેલા છે. તેની ત્રણ વર્ષની ઢીંગલી કાલિન્દી પણ તેનું અનુંકરણ કરીને મીઠાના પાવડરનું બ્રશ કરે છે.

(૩)માધવ આણંદપરા - મોઃ ૯૯૨૫૦૩૦૩૪૬ — દાંત ઉપર ના કાળા ડાઘ દૂર થઈ ગયેલા.

(૩)બીપીન માકડીયા (બેસ્ટ ટીચર્સ એવોર્ડ વિજેતા) કે.બી.બેરા કન્યા વિદ્યાલય ગોંડલ મો ૯૪૨૭૨૩૮૨૪૨

(૪) કરશનભાઈ ધમસાણીયા સંગ્રામસિંહજી હાઇસ્કૂલ ગોંડલ (નીવૃત શિક્ષક હાલ  અમેરીકામા ઘણા ગોરા લોકોની આયુર્વેદ,યોગ-પ્રાણાયામ, એકયુપ્રેસર, બોડી-ડાયાગ્નોસીસ દ્રારા રોગો દુર કરીને ભારત દેશનુ ગૌરવ વધારેલ છે મો : ૯૪૨૬૯૪૩૦૩૩

(૫) વિનોદભાઈ સોડિંગરા એમએસસીબીએડ કોટક સ્કૂલ મો :  ૯૪૨૭૭૨૫૫૯૫ - પતી પત્ની બંને મીઠાના અને હળદર ના પાવડર નું મિશ્રણ  કરી તેનું રોજ બ્રસ કરે છે.

(૬) કિશોર જે મહેતા  એમએબીએડ કોટક સ્કૂલ મો : ૯૪૨૬૯૩૭૮૬૨ -  રાત્રે સુતા પહેલા મીઠાના દ્રાવણ નિયમિત કોગળા કરે છે

(૭) અશ્વિન ભુવા મો : ૮૩૨૦૫૫૬૦૧૨ - રાત્રે સૂતા પહેલાં નિયમિત મીઠાના પાઉડરનું બ્રશ કરે છે

(૮) પ્રવીણ ભાઈ ધંધુકિયા(ઉ.૫૩) મો : ૯૮૯૮૯૪૧૨૧૮ - ઈલેકટ્રીક અને ગેસ  વેલ્ડીંગનુ જોબવર્ક કરે છે. મવડી રાજકોટ

 (૯) અરવિંદભાઈ ફળદુ (ઉ ૫૪) - મો : ૯૮૨૫૪૭૯૦૯૦ લક્ષ્મી નગર મેઈન રોડ ફિલ્મ ફિલ્ડ માર્શલ વાડી સામે નીલકંઠ હાર્ડવેર, અરવિંદભાઈએ પોતાની આસપાસના પાડોશીઓને પણ આ પ્રયોગ તરફ વાળેલા છે.

(૧૦) કિશોરભાઈ મકવાણા ગ્રાફિક ડિઝાઇનર - મો : ૯૭૨૬૯૨૮૨૨૨

(૧૧)બળવંતભાઈ મકાતી - મો ૬૩૫૪૪૦૫૯૭૩ - જાણીતા સેવાભાવી કાર્યકર છે અનેક વ્યકિતઓને આ પ્રયોગ તરફ વળ્યા છે.

કોટક સ્કૂલને શહેરની પ્રથમ નંબરની ગ્રાન્ટેડ સ્કૂલ બનાવનાર અને સ્કૂલની છાત્રાઓનો શિક્ષણની સાથે સાથે સર્વાંગી વિકાસ પણ થાય તેવો સતત પ્રયત્ન કરનાર પ્રિન્સિપાલ ડો.માલાબેન કુંડલિયા અને ટ્રસ્ટી શ્રીનવીનભાઈ ઠક્કરે મંકોડી વૈશાખી મેહુલભાઇ તથા કોટેચા જાહન્વી જયદીપભાઇને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.

મિત્રો તમે કોઈ પણ આયુર્વેદ ઔષધનો પ્રયોગ કરેલો હોય અને જો તમને સારું પરિણામ જોવા મળેલુ હોય તો તે આયુર્વેદ ઔષધીનું નામ તથા તમારૂ નામ જણાવશો જેથી અન્ય લોકોને પણ આ પ્રયોગની જાણ આપી શકાય.

માલાબેન કુંડલીયા

કોટક સ્કુલ પ્રિન્સીપાલ

:: આલેખનઃ:

અશ્વિન ભુવા

કોટક સ્કુલ - રાજકોટ

મો.૯૪૨૮૮ ૮૯૫૬૦, ૮૩૨૦૫ ૫૬૦૧૨

(3:47 pm IST)