રાજકોટ
News of Monday, 11th January 2021

શિયાળે ચીકીની રંગત પુરબહાર : સ્વાદ - સત્વ - સોડમની જમાવટ

રાજકોટ : ઠંડી ઋતુમાં ગોળયુકત આહાર લાભદાયી રહે છે. તલ, શીંગદાણા, દાળીયામાંથી તૈયાર થતી ચીકી આ ઋતુમાં સૌથી વધુ ખવાતી હોય છે. સૌરાષ્ટ્રમાં એમાયે રાજકોટમાં બનતી ચીકીએ તો સૌને સ્વાદનો એવો ચસ્કો લગાડયો છે કે વિદેશ સુધી સપ્લાય થવા લાગી છે. મમરાના લાડુ, ખજુર લાડુ, ખજુર રોલ, તલની સાની જેવી આઇટેમો પણ શિયાળાની ઋતુમાં પોષ્ટીક ગણાય છે. હવે તો ડ્રાઇફ્રુટમાંથી પણ તેમાં ઉમેરો થયો છે. ત્યારે રાજકોટની બજારોમાં ચીકી ઉદ્યોગ હાલ પુરબહારમાં ખીલ્યો છે. જેની તસ્વીરી ઝલક અહીં જોઇ શકાય છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:46 pm IST)